Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડની એ સાઈટ, જ્યાં અક્ષયકુમાર પડ્યો બીમાર

મુલુંડની એ સાઈટ, જ્યાં અક્ષયકુમાર પડ્યો બીમાર

27 December, 2011 07:41 AM IST |

મુલુંડની એ સાઈટ, જ્યાં અક્ષયકુમાર પડ્યો બીમાર

મુલુંડની એ સાઈટ, જ્યાં અક્ષયકુમાર પડ્યો બીમાર


 



મુલુંડ-વેસ્ટમાં બંધાઈ રહેલી આ ઇમારતમાં શૂટિંગ દરમ્યાન અક્ષયકુમાર (ઇન્સેટ) બીમાર પડી જતાં
શૂટિંગનો બધો સામાન અહીં જ પડ્યો છે. તસવીર : નીતિન મણિયાર


 

ઍક્શન હીરો અક્ષયકુમાર તેની આવનારી ફિલ્મનું મુલુંડની એક સાઇટ પર શૂટિંગ કરી રહ્યો હતો, પણ તેને તાવ આવતાં શૂટિંગ ચાર દિવસ માટે પોસ્ટપોન કરી દેવામાં આવ્યું હતું.



પ્રભુ દેવાની આગામી ફિલ્મ ‘રાઉડી રાઠોડ’ના શૂટિંગ દરમ્યાન મુલુંડની રાજરાજેશ્વર સોસાયટી પાસે નવા બની રહેલા એક બિલ્ડિંગની સાઇટ પર વરસાદમાં ફાઇટના સીન શૂટ કરી રહેલા અક્ષયકુમારને તાવ આવી જતાં ફિલ્મનું શૂટિંગ ચાર દિવસ પાછળ ઠેલાઈ ગયું હતું. શૂટિંગ જોવા માટે હાજર રહેલા અને સેટ પર કામ કરતા લોકોનું માનવું છે કે અક્ષયને મચ્છર કરડવાથી તાવ આવ્યો હોવો જોઈએ અને આ તાવ મલેરિયાનો જ હોવો જોઈએ, કારણ કે નજીકમાં આવેલા નળપાડાના સ્લમમાં મચ્છરોનો ત્રાસ ખૂબ જ છે અને ત્યાં લોકોને અવારનવાર મલેરિયા કે ડેન્ગીનો તાવ આવ્યો હોવાનું સાંભળવા મળે છે.


૨૧ ડિસેમ્બરે અક્ષયને તાવ આવી જતાં ઍક્ટરમાંથી ડિરેક્ટર બનેલા પ્રભુ દેવાનું શૂટિંગ અટકી પડ્યું છે. અક્ષયને ફાઇટ સીન વરસાદમાં કરવાના હોવાથી અહીં પાણીના ફુવારા વડે ફિલ્મી વરસાદ વરસાવવામાં આવ્યો હોવાથી શૂટિંગ સાઇટ પર પાણીનાં ખાબોચિયાં ભરાઈને જમા થવાથી પણ મચ્છરોની તકલીફ વધી ગઈ હોવાનું માનવામાં આવે છે. અક્ષય બહુ જલ્દી શૂટિંગ પર પાછો જોડાવાની શક્યતા છે.


અહીં અક્ષયકુમારને ૧૭ જેટલા ફાઇટ સીન્સ શૂટ કરવાના છે. આ સીનમાં તેની સાથે ૪૦ જેટલા અન્ય ફાઇટર્સ પણ છે. ‘રાઉડી રાઠોડ’ના આ ૧૭ સીનને શૂટ કરવા માટે અલગ-અલગ ઍન્ગલ પર કૅમેરાની ગોઠવણી કરવામાં આવી છે તેમ જ ક્રેનથી વરસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે નિર્ધારિત સમયપત્રક મુજબ ૨૦૧૨ની ૧૫ જૂને આ ફિલ્મને થિયેટરમાં રજૂ કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2011 07:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK