વીડિયો: એવું તે શું કર્યું શ્લોકાએ કે આકાશનું મોં પહોંળુ થઇ ગયું...

Published: 13th March, 2019 14:23 IST

આ વીડિયોમાં આકાશ શ્લોકાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હોય છે જેમાં તે શ્લોકાને દુલ્હનના અવતાર માં જોતાંની સાથે જ કંઈક એવા હાવભાવો આપે છે જે જોવા જેવા છે.

શ્લોકાને જોતાં આકાશના હાવભાવ
શ્લોકાને જોતાં આકાશના હાવભાવ

શ્લોકા મેહતાએ 9 માર્ચના આકાશ અંબાણી સાથે લગ્ન કર્યાં અને હવે આકાશ અંબાણીનો આ વીડિયો લોકોના મન પર રાજ કરતો થઈ ગયો છે જે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં આકાશ શ્લોકાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હોય છે જેમાં તે શ્લોકાને દુલ્હનના અવતાર માં જોતાંની સાથે જ કંઈક એવા હાવભાવો આપે છે જે જોવા જેવા છે.

 

 

વીડિયોમાં જોવા મળે છે કે આકાશ અંબાણી ખૂબ જ આતુરતાપૂર્વક શ્લોકાની રાહ જોતો હોય છે જ્યારે શ્લોકાને તે પહેલી વાર દુલ્હનના લુકમાં જુએ છે ત્યારે તેનું મોં ખુલ્લું રહી ગયું. એટલું જ નહીં શ્લોકાને જોતાંની સાથે તે જાણે તેને રિક્વેસ્ટ કરતો હોય કે પ્લીઝ મારી બાજુમાં આવી જા એની લીપ્સીંગ તમે પણ વાંચી શકો તે કહે છે કે "haaw! come here come here Pleeeez come here" તેનો જવાબ આપતાં જાણે મનોમન હરખાતી શ્લોકા એક સ્મિત વેરે છે અને આકાશ તેના જવાબરૂપે સ્મિત જોઈને ખુશ ખુશ થઈ જતો જોવા મળે છે.

આ પણ વાંચો : દુલ્હનના લૂકમાં શોભી ઉઠી અંબાણી પરિવારની પુત્રવધુ શ્લોકા, જુઓ ફોટોઝ

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં આવેલ જિયો વર્લ્ડ સેન્ટર બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ધૂમધામથી આકાશ અને શ્લોકાના લગ્નની ઉજવણી થઈ. લગ્નના દિવસે આકાશ અંબાણી અને શ્લોકા મેહતા પર્ફેક્ટ કપલના લૂકમાં જોવા મળ્યા. તેમના લગ્નમાં અનેક બોલીવુડ સિતારાઓ, રમતવીરો, રાજકારણીઓએ હાજરી નોંધાવી હતી, તો કેટલાક સેલિબ્રિટીઓએ આકાશની જાનમાં ડાન્સ કરીને ધૂમ પણ મચાવી હતી. આ ગ્રાન્ડ વેડિંગની ચર્ચા લોકોમાં થઈ રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK