મોદી તો માતાને મળવાની ભાવનાત્મક ક્ષણોનું પણ માર્કેટિંગ કરે છે : અજીત પવાર

Published: 6th October, 2014 05:21 IST

નરેન્દ્ર મોદીએ શરદ પવાર પર કરેલા હુમલાનો ભત્રીજા અજિત પવારે વાળ્યો જવાબ




મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં BJPના પ્રચાર માટે આવેલા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સાંગલી અને કોલ્હાપુરની રૅલીઓમાં કૉન્ગ્રેસ અને ખાસ તો ફ્ઘ્ભ્ અને એના ચીફ શરદ પવાર પર આક્ષેપોનો તોપમારો બોલાવ્યો હતો. આના જવાબમાં શરદ પવારના ભત્રીજા અને પાર્ટીના સિનિયર નેતા અજિત પવારે પોતાની જળગાંવની રૅલીમાં નરેન્દ્ર મોદી પર વળતો હુમલો કર્યો હતો. અજિત પવારે કહ્યું હતું કે ‘મોદી હવે પ્રાઇમ મિનિસ્ટર બન્યા છતાં તેમનો મહારાષ્ટ્ર પ્રત્યેનો અનાદર એમનો એમ જણાઈ રહ્યો છે. મોદી હજીયે ગુજરાત-પ્રેમમાંથી બહાર નથી આવ્યા અને હવે મહારાષ્ટ્રના ઉદ્યોગ-ધંધા ગુજરાતમાં લઈ જવાના પ્રયાસોમાં છે. મુંડે જેવા નેતાના મોત બાદ હવે તેમના નામે ભાવનાત્મક વાતો કરીને તેઓ મત માગી રહ્યા છે એવી જ તેમની રણનીતિ રહી છે.’

અજિત પવારે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ૧૫ વર્ષથી સંત ગાડગેબાબા સ્વચ્છતા મોહિમ અમારી સરકાર ચલાવે છે, પરંતુ આ વખતે વડા પ્રધાને ગાંધીજયંતીના દિવસે હાથમાં ઝાડુ પકડીને એનું પણ માર્કેટિંગ માટે કરી લીધું. હું રાજ્યમાં સંસદસભ્ય, વિધાનસભ્ય અને રાજ્યનો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બન્યો ત્યારે મારી માતાને મળવા ગયો એનું માર્કેટિંગ નહોતું કર્યું, પરંતુ મોદીજી તો માતાને મળવા જાય ત્યારે પણ આવી ભાવનાત્મક ક્ષણોનું માર્કેટિંગ કરવાનું પણ નથી ચૂકતા.’     

અજિત પવાર મારી સામે કરેલા ભ્રષ્ટાચારના આરોપો પુરવાર કરી બતાવે : પૃથ્વીરાજ ચવાણ


ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે પોતાના પર નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારે મૂકેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પુરવાર કરવાનો પડકાર ફેંક્યો હતો. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે ‘મેં મંજૂર કરેલી ફાઇલો ય્વ્ત્ ઍક્ટ હેઠળ મેળવીને તપાસી શકાય છે. જો કોઈને મારા શબ્દો પર શંકા હોય તો મેં અનુચિત કામ કર્યાનું તેમણે સાબિત કરવું જોઈએ.’

ગુરુવારે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારે પૃથ્વીરાજ ચવાણના કાર્યકાળના છેલ્લા એક અઠવાડિયામાં નગરવિકાસ ખાતાની ફાઇલો ઉતાવળે મંજૂર કરવા સામે પ્રશ્ન કર્યો હતો. ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બિલ્ડર-લૉબીના લાભાર્થે ઝડપથી વટહુકમ બહાર પાડીને અચાનક એ પાછો ખેંચી લેવાયો હોવાનું જાહેર નિવેદન કરીને વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો.        

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK