ભ્રષ્ટ રાજનેતાઓ ભારે બહુમતીથી ચૂંટાયા

Published: 27th October, 2014 03:41 IST

તાજેતરમાં જ પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં આશ્ચર્યજનક બાબત એ છે કે મહારાષ્ટ્રના મતદાતાઓએ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા રાજનેતાઓને ચૂંટી કાઢ્યા છે. ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ ચલાવવા છતાં આમ બન્યું છે. આ રાજનેતાઓ પર નોંધાયેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોની મતદારોએ ખાસ નોંધ લીધી હોય એમ જણાતું નથી.
આ વખતે ભ્રષ્ટાચારના આરોપો ધરાવતા જે નેતાઓ ભારે બહુમતીથી ચૂંટાયા છે એમાં અજિત પવાર, છગન ભુજબળ અને વિજયકુમાર ગાવિતનો સમાવેશ છે. આ નેતાઓની સામે સતત ભ્રષ્ટાચારનો પ્રચાર થવા છતાં તેઓ ચૂંટાયા છે.

અજિત પવાર સામે સિંચાઈના ગોટાળા અને છગન ભુજબળ સામે નવી દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં ભ્રષ્ટાચાર આચરવા માટે ખુલ્લી તપાસની વિનંતી કરવામાં આવી છે, જ્યારે BJPના વિજયકુમાર ગાવિત સામે ગઈ સરકારે કોર્ટના ફટકાર પછી ચૂંટણીના એક અઠવાડિયા પૂર્વે ખુલ્લી તપાસ કરવાની મંજૂરી આપી હતી. આ ત્રણે નેતાઓએ પોતાનો બચાવ કરતાં જણાવ્યું છે કે અમારી સામેના આરોપો રાજનીતિથી પ્રેરિત છે.

ભ્રષ્ટ નેતાઓએ મેળવેલા મતો

  • અજિત પવાર : ૧,૫૦,૫૮૮
  • છગન ભુજબળ : ૧,૧૨,૭૮૭
  • વિજયકુમાર ગાવિત : ૧,૦૧,૩૨૮

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK