Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કિંજલ દવે બાદ આ ગુજરાતી સિંગર પણ ભાજપમાં જોડાઈ

કિંજલ દવે બાદ આ ગુજરાતી સિંગર પણ ભાજપમાં જોડાઈ

24 July, 2019 03:14 PM IST | અમદાવાદ

કિંજલ દવે બાદ આ ગુજરાતી સિંગર પણ ભાજપમાં જોડાઈ

ઐશ્વર્યા મજમુદાર (File Photo)

ઐશ્વર્યા મજમુદાર (File Photo)


હાલ દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. સામાન્ય લોકોની સાથે સાથે સેલિબ્રિટીઝ પણ વિશ્વની સૌથી મોટી પાર્ટીના સભ્યો બની રહ્યા છે. ત્યારે ગુજરાતના સેલેબ્સ પણ આ લિસ્ટમાં જોડાઈ રહ્યા છે. ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે બાદ હવે વધુ એક ગુજરાતી ગાયિકા ભાજપની સભ્ય બની ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ભાજપે દેશભરમાં સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. આ સદસ્યતા અભિયાન અંતર્ગત જ મંગળવારે ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે ભાજપમાં જોડાઈ હતી. ત્યારે હવે ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદાર પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ઐશ્વર્યા મજમુદારે પોતાના ફેસબુક પેજ પર ફોટો પોસ્ટ કરીને આ માહિતી આપી છે. ઐશ્વર્યા મજમુદારે પોતાના ફેસબુક પેજની વૉલ પર એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેઓ ભાજપના સભ્ય બન્યા હોવાની માહિતી છે. 





ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા મજમુદાર કેટલાક દિવસો પહેલા પોતાની રિલેશનશિપને લઈ ચર્ચામાં આવ્યા હતા. ઐશ્વર્યાએ પોતાની રિલેશનશિપ અંગે પણ જાહેરાત સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને કરી હતી. ઐશ્વર્યાએ મુલ્કરાજ ગઢવી સાથેનો ફોટો પોસ્ટ કરીને પોતે તેની સાથે રિલેશનશિપમાં હોવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે મુલ્કરાજ ગઢવી દુબઈના બિઝનેસમેન છે.

 


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 03:14 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK