ઍર ઇન્ડિયાની મહિલા પાઇલટની ટીમ વિશ્વનો સૌથી લાંબો હવાઇ માર્ગ કોઇપણ પુરુષ વગર સફળ રીતે પાર કરીને બૅન્ગલુરૂ પહોંચી ગઈ છે. ફ્લાઇટ બૅંગલુરૂ પહોંચતા જ ભારતની વીર મહિલાઓનું નામ સફળતાના એક નવા અધ્યાય સાથે જોડાઇ ગયું છે. આ ફ્લાઇટમાં તેમણે ઉત્તરી ધ્રુવથી ઉપરથી થતાં લગભગ 16000 કિલોમીટરનું અંતર કાપ્યું છે. 16 હજાર કિલોમીટર જેટલું સફર કરનાર મહિલા ટીમને પાયલટ કૅપ્ટન ઝોયા અગ્રવાલે લીડ કરી.
મહિલાઓની (Air India Women Pilots) આ સિદ્ધિ વિશે એર ઈન્ડિયા પોતાના સત્તાવાર ટ્વીટ હેન્ડલ પર સમયાંતરે જાણકારી આપી રહ્યું હતું. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પૂરીએ પણ ટ્વીટ કર્યું છે.
ફ્લાઈટ નોર્થ પોલના ઉપરથી પસાર થઈને ભારત પહોંચી ગઈ છે. જોયા (Capt Zoya Agarwal) એજ પાયલટ છે, જેમણે 2013માં બોઈંગ-777 વિમાન ઉડાવ્યું હતું. તે સમયે આ વિમાન ઉડાવનારી તે સૌથી યુવા મહિલા પાયલટ હતી. આજ કારણ છે કે, તેમને (Capt Zoya Agarwal) આ વખતે પણ મોટી જવાબદારી સોંપવામાં આવી. જ્યારે જોયાના કો-પાયલટ તરીકે કેપ્ટન પાપાગરી તનમઈ, કેપ્ટન શિવાની અને કેપ્ટન આકાંક્ષા સોનવરે છે.
Air Indiaએ ટ્વીટ કરતા લખ્યું છે કે, "વેલકમ હોમ…એર ઈન્ડિયા માટે આ ગૌરવની ક્ષણ છે. અમે AI-176ના તમામ પેસેન્જર્સને શુભેચ્છા પાઠવીએ છીએ, જે આ ઐતિહાસિક સફરનો ભાગ બન્યા."
જણાવવાનું કે, ઉત્તરી ધ્રુવની ઉપરથી ઉડાન ભરવું બહુ મુશ્કેલ હોય છે અને ઍરલાઇન કંપનીઓ આ માર્ગ પર પોતાના સર્વશ્રેષ્ઠ અને અનુભવી પાયલટ્સને મોકલે છે. ઍર ઇન્ડિયાએ આ કામ માટે જે ટીમ બનાવી, તેમાં માત્ર મહિલાઓ છે. કૅપ્ટન ઝોયા અગ્રવાલ આ ઉડાનના કમાંડિંગ અધિકારી છે. કૅપ્ટન અગ્રવાલ અને તેમની ટીમનાં સાથી ઇતિહાસ રચવા માટે ઉત્સાહિત હતા.
હવે મહામારીમાં મદદ માટે હ્યુમનૉઇડ રોબો સોફિયાનું વ્યાપક ઉત્પાદન થશે
26th January, 2021 09:04 ISTકૅન્સર માટે નાણાં ભેગાં કરવા પેટ પર ચીતરાવ્યું બૉરિસ જૉનસનનું ટૅટૂ
26th January, 2021 08:59 ISTકોરોનામાં નોકરી ગુમાવનાર સૅલોંનો કારીગર નવા બિઝનેસને કારણે બની ગયો કરોડપતિ
26th January, 2021 08:56 ISTઅકસ્માતમાં ઇજાથી બાઇકસવારને બચાવશે ઍરબૅગવાળું જીન્સ
26th January, 2021 08:54 IST