હવાઈ સીમાનો ભંગ કરનારા જ્યોર્જિયન પ્લેનને જયપુર ઊતરવાની ઍરર્ફોસે ફરજ પાડી

જયપુર | May 11, 2019, 08:02 IST

પૂર્વ યુરોપના દેશ જ્યોર્જિયાના પાટનગર તબ્લિસીથી દિલ્હી (વાયા કરાચી) ફ્લાઇટ પરના જ્યોર્જિયન એ.એન-૩૨ ઍર ક્રાફ્ટને જયપુરમાં લૅન્ડિંગ કરવાની ભારતીય હવાઈ દળના લડાયક વિમાનોએ ફરજ પાડી હતી.

હવાઈ સીમાનો ભંગ કરનારા જ્યોર્જિયન પ્લેનને જયપુર ઊતરવાની ઍરર્ફોસે ફરજ પાડી

પૂર્વ યુરોપના દેશ જ્યોર્જિયાના પાટનગર તબ્લિસીથી દિલ્હી (વાયા કરાચી) ફ્લાઇટ પરના જ્યોર્જિયન એ.એન-૩૨ ઍર ક્રાફ્ટને જયપુરમાં લૅન્ડિંગ કરવાની ભારતીય હવાઈ દળના લડાયક વિમાનોએ ફરજ પાડી હતી. ગઈ કાલે બપોરે જ્યોર્જિયન વિમાન એના નર્ધિારિત માર્ગ પરથી બહાર નીકળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યું હતું. એ વખતે એ કાર્ગો પ્લેન ભારતની હવાઈ સીમાનો ભંગ કરીને કચ્છના રણ ખાતે હવાઈ દળના મહkવના મથકથી ૭૦ કિલોમીટર દૂર પહોંચ્યું હતું. સંબંધિત હવાઈ ક્ષેત્ર સિવિલિયન ઍર ટ્રાફિક માટે પ્રતિબંધિત છે.

સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ‘ઉક્ત વિમાન સત્તાવાર ઍર ટ્રાફિક સર્વિસિસ રૂલ્સ રૂટને અનુસર્યું નહોતું અને ભારતની કંટ્રોલિંગ એજન્સીઝના રેડિયો કૉલ્સનો જવાબ આપ્યો નહોતો. હાલની ભૌગોલિક-રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખતાં સંબંધિત હવાઈ ક્ષેત્રમાં સિવિલિયન ઍર ક્રાફટ્સના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં એ વિમાને નર્ધિારિત ન હોય એવા કેન્દ્ર પરથી ભારતની હવાઈ સરહદમાં પ્રવેશ કર્યો હતો. એથી એ વિમાનને આંતરવા માટે પૂર્ણ તૈયારી સાથેનું ઍર ડિફેન્સ ઇન્ટરસેપ્ટર તપાસ માટે રવાના કરવામાં આવ્યું હતું.’ જયપુરમાં એ વિમાનના પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સની પૂછપરછ ચાલી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK