બાલાકોટ એરસ્ટ્રાઈકને અંજામ આપનાર સ્કવૉડ્રનને વાયુસેના પ્રમુખ કરશે સન્માનિત

Published: Oct 06, 2019, 14:28 IST | નવી દિલ્હી

પાકિસ્તાનમાં જઈને એરસ્ટ્રાઈકને અંજામ આપનાર સ્કવૉડ્રનને સન્માનિત કરવામાં આવશે. એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા સન્માન કરશે.

તસવીર સૌજન્યઃ ANI
તસવીર સૌજન્યઃ ANI

વાયુસેના બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના વિમાનોના હુમલાને નિષ્ફળ કરનાર જાંબાઝ પાયલોટની સ્કવૉડ્રેનને સન્માનિત કરશે. જે સ્કવૉડ્રેનને સન્માનિત કરવામાં આવશે તેમાં વિંગ કમાન્ડર અભિનંદન જેમાં છે તે 51મી સ્કવૉડ્રન અને બાલાકોટમાં એર સ્ટ્રાઈકને અંજામ આપનાર મિરાજ-2000 ફાઈટર પ્લેનની સ્કવૉડ્રન નંબર 9 સામેલ છે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા આઠ ઑક્ટોબરે તેમને પ્રશસ્તિ પત્ર આપશે.

ગ્રુપ કેપ્ટન સતીશ પવાર ગ્રહણ કરશે સન્માન
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, વિંગ કમાન્ડર અભિનંદર વર્ધમાનની 51મી સ્કવૉડ્રનને આ પુરસ્કાર પાકિસ્તાનના એક એફ-16 વિમાનને તોડી પાડવા માટે આપવામાં આવશે. આ અવૉર્ડને કમાન્ડિંગ ઑફિસર ગ્રુપ કેપ્ટન સતીશ પવાર ગ્રહણ કરશે.

સન્માનિત કરવામાં આવશે અભિનંદન
આ વર્ષે સ્વતંત્રતા દિવસના મોકા પર બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરનાર પાયલટ માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. વિંગ કમાન્ડર અભિનંદનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં સ્કવૉડ્રન લીડર મિંટીને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ બાલાકોટમાં એર સ્ટ્રાઈકને અંજામ આપવામાં સામેલ હતા તે મિરાજ 2000ના પાંચ પાયલોટને વાયુસેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વિંગ કમાન્ડર અમિત રંજન, સ્કવૉડ્રન લીડર રાહુલ બાસોયા, પંકજ ભુજાદે, બીકેએન રેડ્ડી અને શશાંક સિંહ સામેલ હતા.

પુલવામા હુમલા બાદ થઈ હતી એર સ્ટ્રાઈક
ગઈ 14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. જેમાં પાકિસ્તાની આતંકી સંગઠનોનો હાથ જણાયો હતો. જે બાદ ભારતીય વાયુસેનાના 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી.

આ પણ જુઓઃ જુઓ Bigg Boss 13ના પહેલા અઠવાડિયાના ઉતાર-ચડાવ તસવીરોમાં....

અભિનંદને તોડી પાડ્યું હતું એફ-16 ફાઇટર જેટ
ભારતીય એર ફોર્સની આ ઐતિહાસિક અને નિર્ણાયર કાર્રવાઈ બાદ પાકિસ્તાનની ફોજમાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ બોખલાયેલી પાકિસ્તાની એર ફોર્સે 27 ફેબ્રુઆરીએ પોતાના એક એફ-16 વિમાનોને ભારતીય ક્ષેત્રમાં બોમ્બમારી કરવા માટે મોકલ્યા હતા. એ વખતે ભારતીય વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાની એરફોર્સના મનસૂબાઓને નિષ્ફળ બનાવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK