Video: એર ચીફ ભદોરિયાની કબૂલાત, "અમારી જ મિસાઇલે Mi-17ને પાડીને કરી મોટી ભૂલ"

મુંબઈ ડેસ્ક | Oct 04, 2019, 17:55 IST

પ્રેસ કૉન્ફરેન્સમાં એક વીડિયો પણ બતાવ્યો હતો. આ વીડિયોમાં વાયુસેના દ્વારા કરવામાં આવેા બાલાકોટ હવાઇ હુમલાના દ્રશ્ય છે.

ભદોરિયા
ભદોરિયા

એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ શુક્રવારે કહ્યું કે સેનાએ ગયા વર્ષે 26 ફેબ્રુઆરી (બાલાકોટમાં આતંકી શિબિરોને સફળતાપૂર્વક નિશાનો બનાવ્યો હતો) સહિત કેટલીય મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ મેળવી છે. ભદોરિયાએ જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં 27 ફેબ્રુઆરીના ભારતીય વાયુ સેનાએ એક મિગ-21 ખોયું, જેમાં પાકિસ્તાનના એક એફ-16ને પણ અમે તોડી પાડ્યું હતું." ભદોરિયાએ આ દરમિયાન કહ્યું કે, "રાફેલ અને એસ-400 વાયુ રક્ષા મિસાઇલ પ્રણાલી, ભારતીય વાયુસેનાની ક્ષમતાને વધુ વધારશે."

વાર્ષિક વાયુસેના દિવસમાં ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ ભારતીય વાયુસેનાની ઉપલબ્ધિઓ ગણાવી. ભદોરિયાએ આ દરમિયાન ચાલતી પ્રેસ કૉન્ફરેન્સમાં એક વીડિયો પણ બતાવ્યો હતો. આ વીડિયોમાં વાયુસેના દ્વારા કરવામાં આવેા બાલાકોટ હવાઇ હુમલાના દ્રશ્ય છે.

MI-17 હેલિકૉપ્ટર ક્રેશ પર વાયુસેનાની સ્પષ્ટતા
આ વર્ષે 27 ફેબ્રુઆરી શ્રીનગરમાં MI-17 હેલિકૉપ્ટર ક્રેશ પર વાયુસેના ચીફે કહ્યું કે કોર્ટ ઑફ ઇન્કાવાયરી પૂરી થઈ અને આ અમારી ભૂલ હતી. અમારી જ મિસાઇલે અમારા હેલિકૉપ્ટકને મારી પાડ્યું. આ મામલે દોષી ઑફિસર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અમે સ્વીકારીએ છીએ કે આ અમારી મોટી ભૂલ હતી અને ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ફરી ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખશું.

પાકિસ્તાની ડ્રોન પર નજર
પાકિસ્તાન તરફથી નાના ડ્રોનની મદદથી ભારતના વિસ્તારમાં હથિયારો પાડવાના મુદ્દે પણ વાયુસેના ચીફે વાત કરી. તેમણે કહ્યું કે નાના ડ્રોન એક નવો ખતરો છે અને તેનાથી લડવા માટે કેટલીક રીતો પહેલેથી જ અપનાવવામાં આવી રહી છે. આ વાયુસીમા ઉલ્લંઘન સાથે જોડાયેલો મામલો છે અને અમે આ બાબતે આવશ્યક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

બાલાકોટ જેવા હુમલાનો આપશું જવાબ
એરચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ બાલાકોટ જેવા વધુ એક હુમલાના સવાલ પર પણ જવાબ આપ્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બાલાકોટ જેવા કોઇ હુમલાની આશંકા છે, તો તેમણે કહ્યું તે કોઇ આતંકી હુમલો (પાકિસ્તાન તરફથી) થશે તો અમે સરકારના નિર્ણય પર તેનો જવાબ આપશું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK