અમદાવાદઃ પશુઓને ગરમીથી બચાવવા કાંકરિયા ઝુમાં લગાવાયા કૂલર્સ

Published: May 01, 2019, 15:21 IST | અમદાવાદ

અમદાવાદની ગરમીથી પ્રાણીઓને બચાવવા માટે કાંકરિયા ઝૂમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઝૂમાં રહેતા પ્રાણીઓને ગરમી ન લાગે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.

તસવીર સૌજન્યઃ ANI
તસવીર સૌજન્યઃ ANI

ઉનાળો આકરો થઈ રહ્યો છે. ત્યારે પ્રાણીઓ માટે કાંકરિયા ઝૂમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને તેમના ખોરાકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને સિંહ અને વાઘનો ખોરાક ઘટાડીને 3 કિલો કરી નાખવામાં આવ્યો છે. વાનરોને તરબૂચ અને શક્કરટેટી ખવડાવવામાં આવી રહ્યા છે. જેથી તેઓ હાઈડ્રેટેડ રહે.

AHD ZOOતસવીર સૌજન્યઃ ANI

ઝૂના અધિકારીઓના કહેવા પ્રમાણે તેઓ સતત વધતા જતા તાપમાન પર નજર રાખી રહ્યા છે. પ્રાણીઓ માટે ગ્રીન નેટ બાંધવામાં આવી રહી છે. જે તાપમાનને 8 ડિગ્રી સુધી નીચું લાવવામાં મદદ કરે છે. સાથે જ પાંજરાઓની આસપાસ કૂલર્સ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ પોલીસ કર્મચારીએ સાથી કર્મચારીઓને કર્યું લીંબુ શરબતનું વિતરણ

વાઘ, ગેંડા, મગર જેવા પ્રાણીઓ માટે પાણીના ખાસ કુંડ પણ બનાવવામાં આવ્યા છે. તેમના પર પાણી છાંટવા માટે ખાસ ફુવારાઓ પણ રાખવામાં આવ્યા છે. તાપમાનમાં થતો વધારો યુવાન અને ઉંમરલાયક પ્રાણીઓ પર વધારે અસર કરે છે. તેમના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK