કાંદા, લસણને આભૂષણની જેમ પહેરીને મોંઘવારીનો અનોખો વિરોધ

Published: Dec 01, 2019, 09:05 IST | Ahmedabad

અમદાવાદમાં કાંદાનો ભાવ જુદા-જુદા વિસ્તાર મુજબ કિલોએ ૮૦થી ૧૦૦ રૂપિયે પહોંચી જતાં મોંઘાદાટ થયેલાં કાંદા, લસણને આભૂષણની જેમ પહેરીને ગુજરાત કૉન્ગ્રેસની મહિલાઓએ ગઈ કાલે રૅલી કાઢીને મોંઘવારીનો અનોખી રીતે વિરોધ કર્યો હતો.

મોંઘવારીનો અનોખો વિરોધ
મોંઘવારીનો અનોખો વિરોધ

ગુજરાતમાં શાકભાજીનો ભાવ આસમને જઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને અમદાવાદમાં કાંદાનો ભાવ જુદા-જુદા વિસ્તાર મુજબ કિલોએ ૮૦થી ૧૦૦ રૂપિયે પહોંચી જતાં મોંઘાદાટ થયેલાં કાંદા, લસણને આભૂષણની જેમ પહેરીને ગુજરાત કૉન્ગ્રેસની મહિલાઓએ ગઈ કાલે રૅલી કાઢીને મોંઘવારીનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. મહિલાઓ, ખેડૂતો, યુવાનોની વેદનાને વાચા આપવા માટે અમદાવાદમાં ગઈ કાલે ગુજરાત કૉન્ગ્રેસે જનવેદના આંદોલન કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું. ત્યારે કૉન્ગ્રેસની મહિલા કાર્યકરોએ દાંડી બ્રિજથી આરટીઓ સર્કલ સુધી રૅલી યોજી અને મોંઘવારી વિરુદ્ધ દેખાવો યોજ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK