મામાએ ભાણી પર દુષ્કર્મ આચરતાં ગર્ભવતી બની

Published: Jul 22, 2019, 07:42 IST | અમદાવાદ

અમદાવાદના નરોડાની ઘટના, અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં મામાએ ભાણી પર અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ બાદ સગીર વયની ભાણકી ગર્ભવતી બનતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. મામાએ ભાણી સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધી તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. તેને પેટમાં દુખાવો ઊપડતાં માતા-પિતા સગીરાને દવાખાને લઈ ગયાં ત્યારે સોનોગ્રાફીમાં તેને ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. ગર્ભવતી બનેલી સગીરાએ અધૂરા મહિને એક બાળકને જન્મ આપ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ સગીરાના પિતાએ શહેર કોટડા પોલીસ મથકમાં મામા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત એવી છે કે ફરિયાદી અમદાવાદના નરોડા વિસ્તારના રહેવાસી છે. તેમનાં પત્નીનાં માસી પણ નજીકમાં રહે છે. દરમ્યાન તે નોકરી પર હતા ત્યારે ફરિયાદીની પત્નીએ ફોન કરીને દીકરીને પેટમાં દુખાવો થતો હોવાની જાણ કરી હતી. પત્નીના ફોન બાદ ઘરે ગયેલા ફરિયાદીએ દીકરીને ડૉક્ટરની તપાસ કરાવી હતી. ડૉક્ટરની તપાસમાં તે ગર્ભવતી હોવાનું ખૂલતાં ખળભળાટ મચી ગયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK