Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



નો શાવર, નો બાથટબ

04 May, 2019 01:46 PM IST |

નો શાવર, નો બાથટબ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


એક તરફ ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક પ્રાંતો પાણીની તીવ્ર અછતથી કણસી રહ્યા છે અને તેઓ પાસે પીવા માટે પૂરતું પાણી નથી ત્યારે આ જ રાજ્યોના અનેક વિસ્તારોમાં જાણ્યે-અજાણ્યે પાણીનો જબરદસ્ત વેડફાટ થઈ રહ્યો છે.

સરકારી સમાચારોમાં, જાહેર અપીલો દ્વારા, સોશ્યલ મીડિયા પરના કેટલાય મેસેજમાં પાણી બચાવવાની વાતો રજૂ થાય છે, પણ મોટા ભાગના લોકોને એ વાંચીને લાગે છે કે હું આમાં શું કરું? તમે અમદાવાદ-મુંબઈના ૨૦૦૦ યંગસ્ટર્સે જે કર્યું એ કરી શકો. અમદાવાદમાં જૈનાચાર્ય ઉદય વલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબની ‘પર્ફેક્ટિંગ યુથ સેશન’ શિબિરમાં ૨૦૦૦થી વધુ યુવક-યુવતીઓએ જુલાઈ મહિના સુધી શાવર કે બાથટબમાં ન નાહવાની અને સ્નાન માટે એક બાલદીથી વધુ પાણી ન વાપરવાની પ્રતિજ્ઞા લીધી છે.



આ પણ વાંચો: મેટ્રોના કામના કારણે રૂંધાઈ રહ્યા છે અમદાવાદીઓના શ્વાસ


યુવાનોમાં નૈતિક મૂલ્યો કેળવાય, તે સભ્ય વ્યક્તિ અને સારો નાગરિક બને એ માટે ઉદય વલ્લભસૂરિ મહારાજસાહેબ છેલ્લાં ૧૧ વર્ષથી દર મહિનાના એક રવિવારે અલગ-અલગ વિષય પર શિબિર કરે છે, જે અંતર્ગત ૨૮ એપ્રિલે ૧૦૪મા મણકાના ‘આર્ટ ઑફ ઍપ્રિશિયેશન’ વિષય પરના સેશનમાં યુવાચાર્યએ હાજર રહેલા યુવાવર્ગને રાષ્ટ્રની દુકાળની પરિસ્થિતિ અને લોકોની દારુણ હાલત સમજાવી અને સાથે અજાણતાં જ નાહવામાં કેટલા પાણીનો વેડફાટ થાય છે એ વિસ્તારથી સમજાવતાં યુવક-યુવતીઓએ આ પ્રતિજ્ઞા લીધી હતી


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2019 01:46 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK