Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ૩-૬ વર્ષનાં બાળકોને પ્રી-સ્કૂલથી RTE હેઠળ પ્રવેશ અપાવવા HCમાં અપીલ

૩-૬ વર્ષનાં બાળકોને પ્રી-સ્કૂલથી RTE હેઠળ પ્રવેશ અપાવવા HCમાં અપીલ

22 July, 2019 07:49 AM IST | અમદાવાદ

૩-૬ વર્ષનાં બાળકોને પ્રી-સ્કૂલથી RTE હેઠળ પ્રવેશ અપાવવા HCમાં અપીલ

૩-૬ વર્ષનાં બાળકોને પ્રી-સ્કૂલથી RTE હેઠળ પ્રવેશ અપાવવા HCમાં અપીલ


બંધારણની કલમ ૪૫ મુજબ ૩થી ૬ વર્ષનાં બાળકોને તેમને પાયાથી જ ભણતર માટેની તાલીમ મળી રહે એ માટે જોગવાઈ કરવામાં આવેલી છે અને આ કલમને સામાજિક કાર્યકર ચન્દ્રવદન ધ્રુવ દ્વારા હાઈ કોર્ટમાં પડકારવામાં આવી છે. તેમની રજૂઆત છે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ ૧મા નબળા અને વંચિત જૂથનાં બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. જોકે રાજ્ય સરકાર અને હાઈ કોર્ટમાં એવી રજૂઆત કરાઈ છે તેમના વતી કે બાળકોને ભણતરનો અધિકાર આરટીઈ હેઠળ ધોરણ ૧થી મળે છે એ ૩ વર્ષની ઉંમરથી જ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીથી આપવામાં આવે જેથી તેમનો ભણતરનો પાયો મજબૂત થાય.

હાઈ કોર્ટે આ બાબતને ગ્રાહ્ય રાખી રાજ્ય સરકારને નોટિસ ઇશ્યુ કરી હતી. સરકારે જવાબમાં એવી રજૂઆત કરી કે અમે એના માટે આઇસીડીએસ યોજના હેઠળ આંગણવાડી ચલાવીએ છીએ અને હાલમાં ૫૦ હજાર જેટલી આંગણવાડીઓ કાર્યરત છે. જોકે સામે અરજદાર દ્વારા એવી રજૂઆત કરાઈ કે આ આંગણવાડીઓ માત્ર ને માત્ર બાળકોને સાચવવાનું કામ કરે છે એટલે નિયમ મુજબ ૩થી ૬ વર્ષનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે જેથી તેમના શિક્ષણનો પાયો મજબૂત થાય.



આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !


હાલ કોર્ટમાં બન્ને પક્ષે દલીલો પૂર્ણ થઈ છે અને કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળી હવે ચુકાદો ૨૦ નવેમ્બરે નિયત કર્યો છે. હવે જો અરજદારની રજૂઆત કોર્ટ ગ્રાહ્ય રાખે તો આગામી સત્રથી બે લાખથી વધુ ગરીબ બાળકોને હવે ભણતરના અધિકાર હેઠળ પ્રી-સ્કૂલના ભણતરનો પણ લાભ મળી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2019 07:49 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK