અમદાવાદઃ રેલવે પોલીસને આપવામાં આવ્યા સેગવૅ, પ્લેટફોર્મ પર પેટ્રોલિંગ બનશે આસાન

Published: May 24, 2019, 10:30 IST | અમદાવાદ

અમદાવાદમાં રેલવે પોલીસને ખાસ સેગવૅ આપવામાં આવ્યા છે. જેથી તેમના માટે પ્લેટફોર્મ પર પેટ્રોલિંગ આસાન બનશે.

અમદાવાદ રેલવે પોલીસને આપવામાં આવ્યા સેગવૅ
અમદાવાદ રેલવે પોલીસને આપવામાં આવ્યા સેગવૅ

ભીડને નિયંત્રણમાં લાવવા માટે અને તાત્કાલિત મદદ પહોંચાડવા માટે અમદાવાદ રેલવે પોલીસને ખાસ સેગવૅ સ્કૂટર્સ આપવામાં આવ્યા છે. સેગવૅ બે પૈડા વાળા બેટરીથી સંચાલિત સ્કૂટર્સ છે. જેનાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી જઈ શકાય છે. અમદાવાદ રેલવે સ્ટેશન ખૂબ જ મોટું છે. જ્યાં ભીડ પણ ખૂબ જ હોય છે. એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે ચાલીને જતા સમય લાગે છે. જેથી પેટ્રોલિંગને આસાન કરવા અને સમય બચાવવા માટે ખાસ આ પ્રકારના સ્કૂટર્સ ફાળવવામાં આવ્યા છે.

આપવામાં આવી ખાસ તાલિમ
પોલીસ કર્મચારીઓને સેગવૅ સ્કૂટર્સ ચલાવવા માટે ખાસ તાલિમ આપવામાં આવી છે. સેગવૅ સ્કૂટર્સ પર બેલેન્સ રાખવું સરળ નથી હોતું. જેથી તેમને પહેલા ખાસ તાલિમ આપવામાં આવી હતી. જે બાદ તેમને આ સ્કૂટર ફાળવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદઃ BRTSના દરવાજા કામ કરતા થયા બંધ, નાગરિકો ધક્કો મારી ખોલવા મજબૂર

મુંબઈમાં થાય છે ઉપયોગ
સેગવૅ સ્કૂટર્સનો મુંબઈ પોલીસ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ મુંબઈના કેટલાક રેલવે સ્ટેશન અને મરીન ડ્રાઈવ પર પણ નજર રાખવા માટે અને પેટ્રોલિંગ માટે સેગવૅનો ઉપયોગ કરવામાં આવે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK