અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારી, તરતી રેસ્ટોરન્ટ જમાવશે આકર્ષણ

Published: 24th December, 2018 19:35 IST

અમદાવાદમાં થનારા કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જેમાં આ વખતે ચાર કરોડના ખર્ચે AC ટ્રેન દોડાવવામાં આવશે. સાથે તરતી રેસ્ટોરન્ટ આકર્ષણનું કેંદ્ર બનશે.

kankria canrnival

અમદાવાદમાં રંગ જમાવશે કાંકરિયા કાર્નિવલ(ફાઈલ તસ્વીર)
kankria canrnival અમદાવાદમાં રંગ જમાવશે કાંકરિયા કાર્નિવલ(ફાઈલ તસ્વીર)

25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ રહી છે. આ વખતે કાર્નિવલને ખાસ બનાવવા વિશેષ આયોજન પણ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ એસી ટ્રેન અને પાણીમાં તરતા રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. કાંકરિયામાં મેક ઈન ઈંડિયાના વિચાર પર આખી એસી ટ્રેન તૈયાર કરવામાં આવી છે. જેમાં ચાર કોચ છે. પ્રત્યેક કોચની કિંમત એક કરોડ છે. સાથે ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું પણ ઉદ્ધાટન કરવામાં આવશે.

તરતી રેસ્ટોરન્ટ બનશે આકર્ષણ

કાંકરિયા કાર્નિવલ દરમિયાન નગીનાવાડી પાસે ખાસ ફ્લોટિંગ એટલે કે તરતી રેસ્ટોરન્ટ તૈયાર કરવામાં આવી છે. જેમાં બેસીને લોકો જમવાની મજા માણી શકશે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે પ્રતિ વ્યકિત 300 રૂપિયા ટિકિટ રહેશે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં એકસાથે 35 થી 40 વ્યક્તિઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ રેસ્ટોરન્ટ એક બોટમાં બનાવવામાં આવી છે. જેમાં એક વ્યક્તિ 45 મિનિટ બેસી શકશે. આ રેસ્ટોરેન્ટમાં ટેબલ અને ભોજન ગરમ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. ગ્રાહકો ઓર્ડર આપશે તે પ્રમાણે તેમને ભોજન મંગાવી આપવામાં આવશે. બોટ ઓપન હશે, પરંતુ તેમાં વરસાદથી રક્ષણ મળી રહે તેવી પણ સુવિધા હશે. હાલ આ રેસ્ટોરન્ટ પ્રાયોગિક ધોરણ શરૂ કરવામાં આવી રહી છે.

કાર્નિવલમાં લવાશે ગોલ્ફ કાર્ટ

કાંકરિયા કાર્નિવલમાં બેટરીથી સંચાલિત 12 ગોલ્ફ કાર્ટ લાવવામાં આવશે. કાંકરિયા કાર્નિવલમાં ફરવા માટે ગોલ્ફ કાર્ટની પણ સુવિધા રહેશે જેમાં એક સમયે એકસાથે 6 લોકો બેસી શકશે. જેનો ચાર્જ 10 રૂપિયાથી 20 રૂપિયા જેટલો રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK