ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા અમદાવાદ પોલીસની ખાસ ડ્રાઈવ 'જલ્દી શું છે?'

Published: Nov 02, 2019, 15:54 IST | અમદાવાદ

રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગૂ થઈ ગયા છે. ત્યારે પોલીસ પણ નાગરિકો કાયદાનું પાલન કરે તે માટે પ્રયાસ કરી રહી છે.

તસવીર સૌજન્યઃ અમદાવાદ પોલીસ ટ્વિટર
તસવીર સૌજન્યઃ અમદાવાદ પોલીસ ટ્વિટર

અમદાવાદ પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની સાથે સાથે તેને લઈને જાગૃતિ આવે તે માટે ખાસ 'જલ્દી શું છે?' નામનું કેમ્પેઈન શરૂ કર્યું છે. જે અંતર્ગત શહેરમાં ગઈકાલે ખાસ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં ટ્રાફિક પોલીસના જવાનો વ્યસ્ત રસ્તાઓ પર જલ્દી શું છે?, ટ્રાફિકના નિયમોનું પાલન કરો..જેવા પોસ્ટર્સ અને બેનર્સ લઈને ઉભા રહ્યા. જેથી ત્યાંથી પસાર થતા લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈને સમજણ આવે.


શહેરના વાહનચાલકો અને નાગરિકોને ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કાયદાઓની સમજણ આપવામાં આવી સાથે તેમનું પાલન કરવું શા માટે જરૂરી છે તે પણ જણાવવામાં આવ્યું. મહત્વનું છે કે રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમોના અમલમાં 31 ઑક્ટોબર સુધી છૂટછાટ આપવામાં આવી હતી. જો કે પહેલી નવેમ્બરથી તેનું પાલન શરૂ થઈ ગયું છે.ત્યારે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે અમદાવાદ પોલીસનો આ પ્રયાસ સરાહનીય છે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓએ હેલ્મેટ ન પહેરવા બદલ એક દિવસમાં ભર્યો 5 લાખનો દંડ

અમદાવાદીઓએ ભર્યો લાખોનો દંડ
નવા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના પહેલા જ દિવસે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે હેલ્મેટન ન પહેરવાના 992 કેસ કર્યા છે અને કુલ 4, 96, 100 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આ જ રીતે સીટ બેલ્ટ ન બાંધવાના 429 કેસ સામે આવ્યા. જેના માટે 2, 14, 500નો દંડ વસૂલ કરવામાં આવ્યો. ટ્રાફિક વિભાગના સૂત્રો અનુસાર મોટા ભાગના ટુ વ્હીલરના ડ્રાઈવરોને હેલ્મેટ ન પહેરવા માટે સજા થઈ હતી. તો કારચાલકો સીટ બેલ્ટ ન પહેરવા માટે દંડાયા હતા. લાયસન્સ અને પીયૂસી ન હોય તેમને પણ દંડ કરવામાં આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK