અમદાવાદઃ પોલીસ કર્મચારીએ સાથી કર્મચારીઓને કર્યું લીંબુ શરબતનું વિતરણ

Published: May 01, 2019, 12:13 IST | અમદાવાદ

અમદાવાદ પોલીસના કર્મચારીએ આકરી ગરમીમાં માનવતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. તેમણે સાથી ટ્રાફિક પોલીસના જવાનોને ખાસ લીંબુ શરબતનું વિતરણ કર્યું.

તસવીર સૌજન્યઃ અમદાવાદ પોલીસ ટ્વિટ્ટર
તસવીર સૌજન્યઃ અમદાવાદ પોલીસ ટ્વિટ્ટર

રાજ્યમાં ભયંકર ગરમી પડી રહી છે. તંત્ર લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી રહ્યું છે ત્યારે પોલીસ કર્મચારીઓ તાપની પરવા કર્યા વગર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ગમે એટલી ગરમી હોય પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિક પોલીસના કર્મચારીઓ લોકોની સેવા અને સુરક્ષા માટે કામે લાગ્યો હોય છે.

AHD POLICE


ગરમીમાં સાથી કર્મચારીઓને રાહત મળી રહે તે માટે એસ.જી.-2 ટ્રાફિસ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરે પોલીસ સ્ટેશન વિસ્તારના ટ્રાફિક પોઈન્ટ પર લીંબુ શરબતનું વિતરણ કર્યું. તડકામાં ફરજ બજાવતા આ જવાનો માટે લીંબુ શરબત રાહત લઈને આવ્યું.

AHD POLICE

દિવસે ને દિવસે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. લોકો આકરા તાપની ફરિયાદ કરે છે. પરંતુ આપણા પોલીસ કર્મચારીઓ કોઈ પણ પરીસ્થિતિ કે મોસમની પરવા કર્યા વિના તેમના સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કરે છે.

આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસે ફરી શરૂ કરી ટ્રાફિક ડ્રાઈવ, કહ્યું- આદત બદલો અમદાવાદ બદલશે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK