અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા રાજકોટની લેડી ડોન સોનુ ડાંગરની ધરપકડ

Published: Dec 10, 2019, 19:10 IST | Ahmedabad

રાજકોટની કુખ્યાત ગણાતી લેડી ડોન સોનુ ડાંગર મંગળવારે અમદાવાદમાં દારૂની મહેફિલ માળતા ઝડપાઇ છે. સોનુ ડાંગર સહીત અમદાવાદની પોલીસે ચાર લોકોની પણ ધરપકડ કરી હતી. શહેરની ઓઢવ પોલીસને શહેરની માહી હોટમાં દારૂની મહેફિલ માળતા લોકોની બાતમીને મળી હતી.

લેડી ડોન સોનુ ડાંગર (File Photo)
લેડી ડોન સોનુ ડાંગર (File Photo)

રાજકોટની કુખ્યાત ગણાતી લેડી ડોન સોનુ ડાંગર મંગળવારે અમદાવાદમાં દારૂની મહેફિલ માળતા ઝડપાઇ છે. સોનુ ડાંગર સહીત અમદાવાદની પોલીસે ચાર લોકોની પણ ધરપકડ કરી હતી. શહેરની ઓઢવ પોલીસને શહેરની માહી હોટમાં દારૂની મહેફિલ માળતા લોકોની બાતમીને મળી હતી. જેના આધારે હોટલમાં રેડ પાડી હતી. ઓઢવ પોલીસે હોટલમાં રેડ પાડી ત્યારે સોનુ ડાંગરની સાથે ગૌતમ પુરાની, શિવરાજ વિંછિયા અને હરપાલ સિંહ સરવૈયાની પણ ધરપકડ કરી હતી.

અમદાવાદની ઓઢવ પોલીસ સોનુ ડાંગર સહિત તમામ ચારેય લોકોને લઇને અમદાવાડ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તમામની તપાસ શરૂ કરી છે. સોનુ ડાંગર સામે અનેક ગુનાઓ દાખલ છે અને આ પહેલા રાજકોટ પોલીસ પણ સોનુ ડાંગરની ધરપડક કરી ચુકી છે. સોનુ ડાંગરની ધકપકડ થતાં જ રાજકોટ પોલીસ પણ હરકતમાં આવી છે અને દોડતી થઇ છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

સોનુ ડાંદરની સાથે ઝડપાયેલા ગૌતમ અને શિવરાજ હથિયારના ગુનામાં વોન્ટેડ છે
અમદાવાદ પોલીસે ગૌતમ પુનાની અને શિવરાજ બિછિયાની તપાસ કરી તો જાણવા મળ્યુ છે કે આ બન્ને આરોપીઓ અમરેલીમાં 6 હથિયારના ગુનામાં પણ વોન્ટેડ છે જેથી અમરેલી પોલીસે પણ તપાસ શરુ કરી દીધી છે. આ મામલે અમરેલી ના એસ.પી.નિર્લીપ્ત રાયનું કહેવુ છે કે અમને જાણવા મળતા અમારી જાપ્તા ટીમ અમરેલી થી અમદાવાદ જવા રવાના થઈ ગઈ છે અને શિવરાજ અને ગૌતમ પુનિયાની ધરપકડ કરવામાં આવશે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ લોકો અમદાવાદની હોટેલમાં કેમ રોકાયા હતા? શુ કોઈ ગુનાને અંજામ આપવાના પ્લાનમાં હતા? હાલ તો ક્રાઈમ બ્રાંચે પણ તપાસ તેજ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK