અમદાવાદમાં ફૉગિંગ મશીનથી ધુમાડો કરી સગીરા સાથે અડપલાં કરતાં હાહાકાર

Published: Dec 03, 2019, 09:06 IST | Ahmedabad

ઘટનામાં મચ્છર દૂર કરવા વાપરવામાં આવતા ફૉગિંગ મશીનથી ધુમાડો કરી સગીરા સાથે છેડતી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે બીજી એક ઘટનામાં નૅશનલ હૅન્ડલૂમમાં ખરીદી કરવા આવેલી મહિલાનો દુપટ્ટો પકડી એક શખસે છેડતી કરી હતી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરમાં મહિલાઓ અને બાળકીઓ સાથે છેડતીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના બાપુનગરમાં એક જ દિવસમાં છેડતીની બે ઘટનાઓ સામે આવી છે, જેમાં એક ઘટનામાં મચ્છર દૂર કરવા વાપરવામાં આવતા ફૉગિંગ મશીનથી ધુમાડો કરી સગીરા સાથે છેડતી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે બીજી એક ઘટનામાં નૅશનલ હૅન્ડલૂમમાં ખરીદી કરવા આવેલી મહિલાનો દુપટ્ટો પકડી એક શખસે છેડતી કરી હતી. આ મહિલાએ વિરોધ કરતા શખસે મહિલાને માર માર્યો હતો. આ મામલે બાપુનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ જુઓઃ Devoleena Bhattacharjee: 'ગોપી વહુ'નો આ અવતાર ઉડાવી દેશે તમારા હોશ

આ અંગે મળેલી માહિતી મુજબ કૉર્પોરેશનમાં ફૉગિંગનું કામ કરતા છોટુ ભૈયાજી નામના શખસે બાપુનગરમાં ફ્રૂટ પુરાની ચાલી નજીક ફૉગિંગ મશીન લઈ આવ્યો હતો. આરોપી છોટુ ભૈયાજી ચાલીમાં ધુમાડો કરવાના બહાને ત્યાં જ રહેતી ૧૫ વર્ષની સગીરાના ઘર પાસે ગયો હતો જ્યાં તેણે ફૉગિંગ મશીન ચાલુ કરી ધુમાડો કર્યો હતો, જેનો લાભ લઈ બાજુમાં ઊભેલી સગીરાની છાતી પર હાથ મૂકી દીધા હતા. તેમ જ શરીરના અન્ય ભાગે પણ છેડતી કરી હતી, જેથી ગભરાયેલી સગીરાએ બૂમાબૂમ કરી મૂકતાં તેણીના પરિવારજનો દોડી આવ્યા હતા. બીજી ઘટનામાં રાજકોટનો પરિવાર કામ અર્થે અમદાવાદમાં બાપુનગરમાં સગાના ઘરે આવ્યો હતો. મહિલા તેની દીકરીને લઈને બાપુનગર નૅશનલ હૅન્ડલૂમ જવા નીકળી હતી. આ દરમ્યાન એક અજાણ્યો શખ્સ તેમનો પીછો કરતો હતો. મહિલા દીકરી સાથે નૅશનલ હૅન્ડલૂમમાં ગઈ ત્યારે ત્યાં પણ પાછળ આવ્યો હતો જ્યાં તેણે મહિલાના ડ્રેસનો દુપટ્ટો પકડી છેડતી કરી હતી જેથી મહિલાએ વિરોધ કરતાં શખસે બાજુમાં પડેલી લાકડી લઈ મારી હતી જેને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને શખ્સને પોલીસને હવાલે કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK