અમદાવાદ સંપૂર્ણ શટડાઉનના અમલમાં ઢીલ: અમુક દુકાનો ખુલ્લી

Published: May 08, 2020, 13:48 IST | Agencies | Mumbai Desk

કમિશનરે ગુરુવારે અમદાવાદમાં તમામ દુકાનો બંધ રાખવા અને માત્ર દવા અને દૂધની જ દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.

સખત સલામતી: અમદાવાદમાં ગઈ કાલથી સંપૂર્ણ તાળાબંધીની જાહેરાત કારઇ એ પછી એનો કડક અમલ પોલીસો અને સલામતી દળના જવાનોએ કરાવ્યો હતો. તસવીર પી.ટી.આઈ.
સખત સલામતી: અમદાવાદમાં ગઈ કાલથી સંપૂર્ણ તાળાબંધીની જાહેરાત કારઇ એ પછી એનો કડક અમલ પોલીસો અને સલામતી દળના જવાનોએ કરાવ્યો હતો. તસવીર પી.ટી.આઈ.

રાજ્યમાં કોરોનાનો કેર ચરમસીમાએ પહોંચ્યો છે અને એમાં પણ ખાસ કરીને અમદાવાદમાં તો કોરોનાનો બૉમ્બ ફાટ્યો હોય એમ પૉઝિટિવ કેસોની સંખ્યા વધતી જાય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં નવા આવેલા કમિશનરે શહેરી જનો માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. કમિશનરે ગુરુવારે અમદાવાદમાં તમામ દુકાનો બંધ રાખવા અને માત્ર દવા અને દૂધની જ દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે આજે સવારે શહેરના અમુક વિસ્તારોમાં ચિત્ર કંઈક અલગ જોવા મળ્યું હતું.

આજે સવારે મ્યુનિસિપલ કૉર્પોરેશનના નવા કમિશનરના નિર્ણયને લોકો ઘોળીને પી ગયા હોય એમ ચુસ્ત લૉકડાઉનના ધજાગરા જોવા મળ્યા હતા. આજે સવારે બોપલ અને ઘુમા વિસ્તારમાં શાકભાજી-ફળવાળા, પ્રોવિઝન સ્ટોર ખુલ્લા દેખાયા હતા. બોપલવાસીઓ સરેઆમ ઉલ્લંઘન કરી શાકભાજી અને વસ્તુઓ લેવા બહાર નીકળી પડ્યા હતા. આ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીમાં શાકભાજીની લારી અને ટેમ્પોવાળા પહોંચી ગયા હતા. માત્ર દવા અને દૂધની જ દુકાનો ચાલુ રાખવાની જાહેરાત બાદ પણ લોકો સરેઆમ કાયદાનો ભંગ કરીને બહાર નીકળી પડ્યા હતા તેમ છતાં પોલીસ પણ ક્યાંય દેખાઈ નહોતી. પોલીસ દ્વારા કોઈ જ પગલાં લેવામાં નહોતાં આવ્યાં.

અમદાવાદના બોપલમાં તંત્રની નિષ્ક્રિયતા ફરી એક વાર છતી થઈ છે. નગરપાલિકાના આદેશ છતાં બોપલ-ઘુમામાં શાકમાર્કેટ અને કરિયાણાની દુકાનો ખુલ્લી રહેતાં તંત્ર સામે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK