બે ધારાસભ્યો અને 27 સમર્થકો સાથે હાર્દિક પટેલની અટકાયત

Published: Aug 14, 2019, 16:13 IST | પાલનપુર

બે ધારાસભ્યો અને 27 સમર્થકો સાથે હાર્દિક પટેલની અટકાયત કવરામાં આવી છે. જાણો શું છે કારણ.

બે ધારાસભ્યો અને 27 સમર્થકો સાથે હાર્દિક પટેલની અટકાયત
બે ધારાસભ્યો અને 27 સમર્થકો સાથે હાર્દિક પટેલની અટકાયત

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને અન્ય બે ધારાસભ્યોની તેમના 27 સમર્થકો સાથે અટકાયત કરવામાં આવી. તેઓ પાલનપુરની જિલ્લા જેલમાં આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને મળવા જઈ રહ્યા છે.

મહત્વનું છે કે આઈપીએસ સંજીવ ભટ્ટને ગયા મહિને કોર્ટે આઈપીસીની કલમ 302 અંતર્ગત દોષી ઠેરવતા ઉંમર કેદની સજા સંભળાવી હતી. તેમના પર ગુજરાતમાં રમખાણો દરમિયાન અટકાયતમાં લેવામાં આવેલા લોકોના મોતનો આરોપ છે. તેઓ હાલ પાલનપુર જિલ્લા જેલમાં બંધ છે.

આ પણ જુઓઃ Veronica Gautam:ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર ફિલ્મ 'કેવી રીતે જઈશ'ની આયુષી યાદ છે ?

પોલીસ અધિક્ષક નીરજ બડગુજરે જણાવ્યું કે પાલનપુર જિલ્લા જેલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં મુશ્કેલી પડી રહી હતી. એટલે અમે હાર્દિક પટેલ, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરિટ પટેલની અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK