અમેરિકા જવા માટે 32 વર્ષનો ગુજરાતી યુવાન બન્યો 81 વર્ષનો વૃદ્ધ !

Published: Sep 11, 2019, 16:18 IST | દિલ્હી

હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને તમે ખડખડાટ હસી પડશો. જી હાં, એક ગુજરાતી યુવાને અમેરિકા જવા માટે જે પ્લાન બનાવ્યો તે સાંભળીને તમને હસતા હસતા બેવડા વળી જશો.

જયેશ પટેલ
જયેશ પટેલ

ગુજરાતીઓને અમેરિકા જવું કેટલું ગમે છે તે તો આપણે બધા જાણીએ છીએ. ગુજરાતના કેટલાક આખા ગામ એવા છે, જ્યાંના દરેક ઘરમાંથી ઓછામાં ઓછો એક વ્યક્તિ તો અમેરિકામાં હશે જ. કેટલાક લોકો કાયદેસર જાય છે, તો કેટલાક લોકો પાછલા દરવાજે ઘૂસવાની પણ કોશિશ કરે છે. પણ હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને તમે ખડખડાટ હસી પડશો. જી હાં, એક ગુજરાતી યુવાને અમેરિકા જવા માટે જે પ્લાન બનાવ્યો તે સાંભળીને તમને હસતા હસતા બેવડા વળી જશો.

32 વર્ષનો યુવાન અમેરિકા જવા માટે 81 વર્ષનો વૃદ્ધ બની ગયો. જો કે તેના ફોરેન જવાના સપના એરપોર્ટ પર જ ભાંગીને ભૂક્કો થઈ ગયા. સુરક્ષા એજન્સીઓની નજરથી બચીને એરપોર્ટ પર અમેરિકાની ફ્લાઈટમાં ચડવાનો જ હતો. પણ આ વ્યક્તિની જ્યારે ધરપકડ કરીને પૂછપરછ થઈ ત્યારે તેના ષડયંત્રનો ખુલાસો થઈ ગયો. દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર ટર્મિનલ ત્રણ પર રવિવારે રાત્રે પોતાનો વેશ પલટો કરીને જયેશ પટેલ નામનો વ્યક્તિ વ્હિલ ચેર પર બેસીને પહોંચ્યો હતો. તેણે એરપોર્ટ પર તપાસ એજન્સીઓને ગુપચાવીને ઈમિગ્રેશન ક્લિયર કરી લીધું.

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે CISFના પ્રવક્તા સહાયક મહાનિરીક્ષક હેમેન્દ્રસિંહે આપેલી માહિતી પ્રમાણે,'ઈન્દિરા ગાંધી એરપોર્ટના ત્રીજા નંબનરા ટર્મિનલ પર રવિવારે રાત્રે વેશભૂષા બદલેલો વ્યક્તિ વ્હિલચેર પર આવ્યો હતો. તેણે CISFને ગુપચાવીને ઈમિગ્રેશન ક્લિયર કરી લીધું. પરંતુ CISFને તેની વાત કરવાની રીતથી શંકા ગઈ. આ વ્યક્તિ ઘરડા વ્યક્તિની જેમ વાત કરતો હતો, પરંતુ તેની ચામડી પર સ્હેજ પણ કરચલી નહોતી. યુવકની ચામડી અને તેની બોલવાની રીત જોઈને તેના ડ્રામાનો ખુલાસો થયો.'

આ પણ વાંચોઃ ગાડી નીચે આવી ગયું બિલાડીનું બચ્ચુ, દોડતો દોડતો પહોંચ્યો વ્યક્તિ અને... જુઓ વીડિયો

પકડાયેલા યુવકનું નામ જયેશ પટેલ છે. જયેશ અમદાવાદનો છે. ધરપકડ સમયે જયેશે પોતાની જાતને 81 વર્ષના વૃદ્ધ અમરિક સિંહ સાબિત કરવાની નિષ્ફળ કોશિશ કરી. જો કે CISFએ આરોપીને દિલ્હી પોલીસના હવાલે કરી દીધો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK