Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Guj: પત્નીના ચરિત્ર અંગે શંકામાં પુત્રીની હત્યાના આરોપમાં પતિની ધરપકડ

Guj: પત્નીના ચરિત્ર અંગે શંકામાં પુત્રીની હત્યાના આરોપમાં પતિની ધરપકડ

28 January, 2021 05:11 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Guj: પત્નીના ચરિત્ર અંગે શંકામાં પુત્રીની હત્યાના આરોપમાં પતિની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતના આણંદ જિલ્લામાં એક વ્યક્તિએ પત્ની પર કોઈની સાથે સંબંધ બાંધવાના શંકાના આધારે તેની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી છે. આ સંદર્ભે પોલીસે પત્નીની ફરિયાદ પર પતિની ધરપકડ કરી છે. આરોપીએ પોતાને ગુને કબૂલ્યો છે. આરોપીની ઓળખ શૈલેશ પાઢિયાર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પોતાની પત્ની સાથે હંમેશા ઝઘડો કરતો હતો, તેને શંકા હતી કે તેની પુત્રીનો જન્મ લગ્નેત્તર સંબંધથી થયો હતો. પાઢિયાર ગઈ 25 જાન્યુઆરીએ પુત્રીને ખેતરમાં લઈ ગયો હતો અને તેનું ગળું દબાવ્યું, ત્યાર બાદ તે ઘરે પાછા ફર્યો અને તેની શોધખોળ શરૂ કરી હતી. પાઢિયારની પત્ની અને ગ્રામજનોની ફરિયાદ પર પોલીસે આ કેસની તપાસ કરતા ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા.

નોંધપાત્ર વાત એ છે કે એક વર્ષ પહેલા લખવામાં આવેલી સુસાઈડ નોટના આધારે અમદાવાદ પોલીસે મૃતકની બીજી પત્ની અને તેના પ્રેમી વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. અમદાવાદમાં વીરમગામ શહેરમાં રહેતા મહેશ જાધવનું એપ્રિલ 2020માં અમદાવાદની સાબરમતી નદીના નર્મદા કેનાલમાં કૂદીને મોત નીપજ્યું હતું. પોલીસે આત્મહત્યાના કારણના અભાવને લીધે કેસની ડાયરી બંધ કરી દીધી હતી, પરંતુ થોડા દિવસ પહેલા તેની માતાને જાન્યુઆરી 2021ના પ્રથમ સપ્તાહમાં પુત્રની અલમારીમાંથી એક પત્ર મળ્યો. એમાં પુત્ર મહેશ જાધવે લખ્યું હતું કે તેની બીજી પત્ની અંબિકા મરાઠે તેની બીમારીનો મજાક ઉડાવતી હતી અને તેની સામે જ પોતાના પ્રેમી સાથે રૂમમાં સૂઈ જતી હતી.



તેમની અવગણના અને અપમાનથી હેરાન થઈને મહેશ જાધવે એપ્રિલ 2019માં પત્નીના દુષ્કર્મ અંગે એક પત્ર લખ્યો હતો અને આલમારીમાં ચાદર નીચે છુપાવ્યો હતો. લગભગ એક વર્ષ પછી એપ્રિલ 2020માં તેણે નર્મદા કેનાલમાં કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેની માતાએ આ પત્ર વિરમગામ પોલીસને આપ્યો હતો. તેના આધારે પોલીસ અંબિકા મરાઠે અને તેના પ્રેમી વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. અંબિકા મહારાષ્ટ્રના કલ્યાણની રહેવાસી છે. બે વર્ષ પહેલા કિશોલ ભીલ નામના વ્યક્તિ મહેશ જાધવના સામે તેની સાથે સંબંધ બાંધવાના પ્રસ્તાવ લઈને આવ્યો હતો. મહેશની પહેલી પત્ની તેને છોડી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2021 05:11 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK