Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ ક્રાઈમબ્રાંચનું સફળ ઓપરેશન : રપ૦થી વધુ કાર ચોરીનો ભેદ ઉકેલાયો

અમદાવાદ ક્રાઈમબ્રાંચનું સફળ ઓપરેશન : રપ૦થી વધુ કાર ચોરીનો ભેદ ઉકેલાયો

18 October, 2018 05:56 AM IST |

અમદાવાદ ક્રાઈમબ્રાંચનું સફળ ઓપરેશન : રપ૦થી વધુ કાર ચોરીનો ભેદ ઉકેલાયો

અમદાવાદ ક્રાઈમબ્રાંચનું સફળ ઓપરેશન : રપ૦થી વધુ કાર ચોરીનો ભેદ ઉકેલાયો


crime


wt



અમદાવાદ સહિત રાજયભરમાં મોંઘી કારની ચોરી કરી તેની નંબર પ્લેટો બદલી બોગસ દસ્તાવેજાના આધારે વહેંચી દેતી ટોળકીનો પર્દાફાશ કરી ક્રાઈમબ્રાંચે મુખ્ય સુત્રધારની ધરપકડ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે પકડાયેલો સુત્રધાર આયુર્વેદિક ડોકટર છે અને તેણે અત્યાર સુધીમાં રપ૦થી વધુ કારોની ચોરી કરી વહેંચી નાંખી હોવાનું કબુલ્યું છે. આ ટોળકીના કુલ પાંચ સાગરિતો ઝડપાયા છે. એકલા વસ્ત્રાપુરમાંથી જ આ ટોળકીએ ૧૩૦ જેટલી કારની ચોરી કરી હોવાનું મનાઈ રહયું છે. ખાસ કરીને જાહેર રોડ પર પાર્ક કરેલી કારો ઉઠાવી જતા હતાં.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ સહિત રાજયભરમાંથી કાર ચોરીની ફરિયાદો વધતા રાજયભરની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી અને વાહનચોરી કરતી ટોળકીઓ પર ખાસ નજર રાખવામાં આવતી હતી આ દરમિયાનમાં થોડા દિવસ પહેલા અમદાવાદ શહેર પોલીસને એક મહત્વપૂર્ણ સફળતા મળી હતી જેમાં કાર ચોરી કરતો એક શખ્સ ઝડપાયો હતો અને તેની પુછપરછમાં કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવી હતી જેના પરિણામે અમદાવાદ ક્રાઈમબ્રાંચ પણ આ તપાસમાં જાડાયું હતું પકડાયેલા શખ્સની પુછપરછના આધારે કુલ ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતાં. અરવિંદ, મહેર, સલીમ નામના ત્રણ શખ્સો પકડાયા હતા જેની પુછપરછમાં રાજયભરમાંથી કારની ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. ત્રણેય શખ્સોની પુછપરછ કરતા તેઓએ કબુલ્યુ હતું કે સમગ્ર ટોળકીનો મુખ્ય સુત્રધાર ડોકટર હરેશ મણીયા છે હરેશ મણીયાએ રાય યુનિવર્સિટીમાંથી એમએસસી કર્યું છે અને બાવળા તાલુકાના બગદાણા ગામે આયુર્વેદિક દવાખાનુ ચલાવતો હતો દરમિયાનમાં તેણે વાહનચોરી કરવાનું શરૂ કર્યું હતું અને તેણે પોતાની ગેંગ બનાવી હતી અન્ય શહેરોમાંથી કારોની ઉઠાંતરી કર્યાં બાદ તેઓએ અમદાવાદ શહેરમાં અનેક સ્થળોએથી વાહનચોરી કરી હતી બાવળાની સહજાનંદ સોસાયટીમાં રહેતો ડોકટર હરેશ વાહનચોરીમાં એકસપર્ટ થઈ ગયો હતો જાકે તેના ઉપર અનેક ગુનાઓ નોંધાયેલા છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતો હરેશ અગાઉ ડુપ્લીકેટ ચલણી નોટોના કેસમાં ઝડપાયો હતો અને તેને સજા પણ થઈ હતી.

crime



પકડાયેલા શખ્સોની પુછપરછના આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચે ગઈકાલે મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડી ડો. હરેશને ઝડપી લીધો છે તેની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવતા જ અમદાવાદ ક્રાઈમબ્રાચે રાજયભરની પોલીસને આ અંગેની જાણ કરી છે પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા તેઓએ કબુલ્યુ છે કે વસ્ત્રાપુર, આનંદનગર અને સેટેલાઈટ વિસ્તારમાંથી તેઓએ ૧૩૦થી વધુ ગાડીની ચોરી કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે ડો. હરેશની ગેંગે એસ.જી.હાઈવે પરથી સૌથી વધુ કારની ચોરી કરી છે કારની ચોરી કર્યાં બાદ તેઓ એક પાર્ટી પ્લોટમાં ગાડીને લઈ જતા હતા અને ત્યાં નંબર પ્લેટ બદલીને બીજા શહેરોમાં વહેંચી નાંખતા હતાં વાહનચોર ટોળકીએ અનેક મોંઘી કારોની ચોરી કરી છે પ્રાથમિક પુછપરછમાં જ રપ૦થી વધુ કારોની ચોરી કરી હોવાનું કબુલ્યું છે આટલી મોટી સંખ્યામાં કારની ચોરી કરતી ગેંગ ઝડપાતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.


આ પણ વાંચોઃ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં આઠમના દિવસે 25000 દિવાની આરતી



પકડાયેલા સાગરિતોની પુછપરછમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચને માહિતી મળી હતી કે કાર ચોર ટોળકીનો મુખ્ય સુત્રધાર ડો. હરેશ સુરતમાં સંતાયેલો છે જેના આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચની એક ટીમે સુરતમાં ગઈકાલ સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને સ્થાનિક પોલીસની મદદથી ડો. હરેશને આબાદ ઝડપી લીધો હતો ડો. હરેશને અમદાવાદ લાવી તેની પુછપરછ કરતા ચોંકી ઉઠેલા પોલીસ અધિકારીઓએ આ ગેંગના અન્ય સાગરિતોને પણ ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે. ચોરીની કારોની નંબર પ્લેટ બદલીને કોને કોને વહેચી છે તે અંગે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેના પગલે આગામી ટુંક સમયમાં ધરપકડનો દોર શરૂ થશે.


Powered by:www.westerntimes.co.in

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2018 05:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK