જે. ડે મર્ડરકેસ : અમદાવાદમાં પત્રકારો અને બે પોલીસ-કર્મચારીઓની પૂછપરછ

Published: 9th December, 2011 08:20 IST

મિડ-ડે ગ્રુપના ક્રાઇમ ઍન્ડ ઇન્વેસ્ટિગેશન્સ એડિટર જે. ડેની હત્યાના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ અમદાવાદના બે પોલીસ-કર્મચારીઓ અને કેટલાક પત્રકારોની પૂછપરછ કરી હતી.જે. ડે મર્ડરકેસમાં પકડાયેલી પત્રકાર જિજ્ઞા વોરાના કૉલ-રેકોર્ડ્સની તપાસ દરમ્યાન તે અમદાવાદમાં બે પોલીસ-કર્મચારીઓ અને કેટલાક પત્રકારો સાથે સતત સંપર્કમાં હોવાનું જણાઈ આવ્યું હોવાથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરો અમદાવાદ ગયા હતા અને છેલ્લા ૩-૪ દિવસથી પૂછપરછ કરી રહ્યા હતા. પહેલાં મુંબઈમાં કાર્યરત હતો અને હાલમાં જ અમદાવાદ સ્થાયી થયેલા એક પત્રકારનો નંબર જિજ્ઞાના મોબાઇલ-રેકૉર્ડમાં મળી આવ્યો હતો તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જે. ડેની હત્યા ૧૧ જૂને પવઈમાં માફિયા ડૉન છોટા રાજન ગૅન્ગના શૂટરોએ ગોળી મારીને કરી હતી. આ કેસમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જિજ્ઞા વોરાનો પણ સમાવેશ છે. જિજ્ઞા વોરા પર આરોપ છે કે તેણે જે. ડેના ઘરનું ઍડ્રેસ, ઑફિસ-ઍડ્રેસ, બાઇકના નંબર જેવી દરેક માહિતી છોટા રાજનને પહોંચાડી હતી.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK