Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પીજીમાં યુવતી સાથે અશ્લીલ હરકતો મામલે ક્રાઈમ બ્રાંચે શરૂ કરી તપાસ

પીજીમાં યુવતી સાથે અશ્લીલ હરકતો મામલે ક્રાઈમ બ્રાંચે શરૂ કરી તપાસ

19 June, 2019 02:18 PM IST | અમદાવાદ

પીજીમાં યુવતી સાથે અશ્લીલ હરકતો મામલે ક્રાઈમ બ્રાંચે શરૂ કરી તપાસ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદમાં પીજીમાં યુવતી સાથે અશ્લીલ હરકતોનો કિસ્સો સામે આવતા ચકચાર બની છે. નવરંગપુરામાં બનેલો આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બની ચૂક્યો છે. ત્યારે રાજ્ય સરકાર પણ આ મામલે સક્રિય થઈ છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ છે. આ ઘટનાને કારણે ફરી એકવાર રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.

સીસીટીવી ફૂટેજ આવ્યા સામે



ઉલ્લેખનીય છે કે 14 જૂને આ ઘટના બની હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના અમદાવાદના સીજી રોડ વિસ્તારની છે. જ્યા એક પીજી હાઉસમાં 19 જેટલી યુવતીઓ રહે છે. 14 જૂને મોડી રાત્રે એક યુવક પીજીનો દરવાજો ખોલીને ઘરમાં ઘૂસી ગયો હતો. અને યુવકે દરવાજો ખુલ્લો રાખીને ડ્રોઈંગ રૂમમાં સોફા પર સૂતેલી મહિલા સાથે બીભત્સ હરકતો કરી. જે રૂમમાં રાખેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ. આ સીસીટીવીના ફૂટેજ વાઈરલ થયા બાદ જ કિસ્સો સામે આવ્યો છે. આ મામલે મહિલા આયોગે પણ તપાસના આદેશ આપીને અમદાવાદ પોલી સકમિશનર પાસે રિપોર્ટ માગ્યો છે.


અશ્લીલ હરકતો કેમેરામાં કેદ

સીસીટીવી ફૂટે જ પ્રમાણે એક યુવક ઘરમાં ઘૂસીને ડ્રોઈંગ રૂમમાં સૂતેલી યુવતી સાથે અશ્લીલ હરકતો કરે છે. અને ભાગી જવા માટે દરવાજો ખુલ્લો પણ રાખે છે. આ યુવક એટલો ચાલક છે કે તે ઘણીવાર સુધી આવી હરકતો કરે છે, તેમ છતાંય યુવતી ઉટથી નથી. આખરે અંદરના રૂમમાં જાગતી એક યુવતી બહાર આવતા આ યુવક નાસી જાય છે. આ યુવતીએ તેનો પીછો પણ કર્યો, જો કે અશ્લીલ હરકતો કરનાર યુવક પોતાની બાઈક લઈને ફરાર થઈ ગયો.


આ પણ વાંચોઃ ફાયરિંગ કરી દીકરાની હત્યા, ૭ દિન બાદ પિતાએ આપઘાત કરતાં ચકચાર

પીજીમાં સુરક્ષાનો સવાલ

ચોંકાવનારી વાત એ છે કે આટલી મોટી ઘટના છતાંય પીજી માલિકે આ કિસ્સાની ફરિયાદ નથી નોંધાવી. પીજીના માલિકે માત્ર 2 સિક્યોરિટી ગાર્ડ મૂકીને સંતોષશ માન્યો છે. આ ફ્લેટમાં કુલ 80 જેટલી યુવતીઓ પીજીમાં રહે છે. આ તમામ યુવતીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. પીજીમાં એકલી રહેતી યુવતીઓ માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2019 02:18 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK