અમદાવાદ: શાળાએ જવા બાળકોએ કેમિકલવાળા પાણીમાંથી પસાર થવું પડે છે!

Published: May 02, 2019, 08:00 IST | (જી.એન.એસ.) | અમદાવાદ

અમદાવાદના વિંઝોલ ગામમાં મ્યુનિસિપલ તંત્રના આંખ આડા કાન

બાળકોને કેમિકલવાળા પાણીમાંથી પસાર થવું પડે છે
બાળકોને કેમિકલવાળા પાણીમાંથી પસાર થવું પડે છે

અમદાવાદ શહેરની નજીક આવેલા વિંઝોલ ગામનાં બાળકોએ મ્યુનિસિપલ કૉર્પોરેશનની બેદરકારીના કારણે કેમિકલવાળા પાણીની કનૅલમાંથી પસાર થઇ શાળાએ જવાની ફરજ પડી રહી છે. સ્થાનિક કૉર્પોરેટર અતુલ પટેલ દ્વારા કેનાલ પર નાનો પુલ બનાવવા અથવા તો બાળકોને સ્કૂલે જવા માટે નિયમ મુજબ વાહનવ્યહાર માટે સુવિધા આપવા અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કૉર્પોરેશન તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતાં બાળકોને સ્વાસ્થ્યને જોખમમાં મૂકી સ્કૂલે જવું પડે છે.

વિંઝોલના આવાસ યોજનાના સાંઈનાથ એપાર્ટમેન્ટ કવૉર્ટર્સમાં રહેતા ૧થી ૫ ધોરણનાં બાળકો વિંઝોલ ગામ મ્યુનિસિપલ કૉર્પોરેશનની શાળામાં ભણે છે. તેમના ઘર અને સ્કૂલની વચ્ચે કનૅલ આવેલ છે જેમાં આસપાસ આવેલી ફેક્ટરીઓ અને કારખાનાનું કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે. બાળકોએ કેમિકલના પાણીવાળી કનૅલમાંથી પસાર થઇને સામે કાંઠેથી સ્કૂલમાં ભણવા આવવું પડે છે.

આ પણ વાંચો : પાટીદાર અનામત આંદોલનનું અસ્તિત્વ નથી રહ્યું : નરેશ પટેલ

વિંઝોલ ગામ વિકાસ સમિતિની તથા વાલીઓની માગણી છે કે આ ગેરકાયદેસર કેમિકલ કનૅલમાં ઠાલવવાનું બંધ કરી આ ખારીકટ કનૅલ ઉપર સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા નાનું ગળનાળું કે પુલ બનાવવામાં આવે તેવી માગ ઊઠી છે. કૉર્પોરેશન દ્વારા નિયમ પ્રમાણે વાહનની વ્યવસ્થા કરવી જોઈએ. હાલમાં આ બાળકો કનૅલ સિવાય અન્ય રસ્તેથી આવે તો પાંચ કિ.મી ફરીને આવવું પડે તેમ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK