અમદાવાદઃ એકતરફી પ્રેમમાં યુવકે ગળું કાપીને યુવતીની કરી હત્યા

Published: Sep 26, 2019, 15:06 IST | અમદાવાદ

અમદાવાદમાં એક યુવતીની હત્યા થઈ છે. જેની તપાસમાં યુવતીની હત્યા એક તરફથી પ્રેમમાં કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

એકતરફી પ્રેમમાં યુવકે ગળું કાપીને કરી યુવતીની હત્યા(પ્રતિકાત્મક તસવીર)
એકતરફી પ્રેમમાં યુવકે ગળું કાપીને કરી યુવતીની હત્યા(પ્રતિકાત્મક તસવીર)

શહેરના આંબાવાડી વિસ્તારમાં ધોળા દિવસે યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ચાકૂ તથા ગળામાં તથા પેટમાં ઘા મારીને યુવતીની હત્યા કરી દીધી. આ બાદ તે ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો. સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પરિવારજનોએ આરોપીની ઓળખ કરી લીધી છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

નડિયાદની ઈશાની સંદીપ પરમાર નામની યુવતી એક ખાનગી કંપનીમાં એર હોસ્ટેસનો કોર્સ કરી રહી હતી. તે અમદાવાદમાં આંબાવાડીમાં આવેલા અમૂલ્ય કોમ્પલેક્સમાં મહમૂદ સંઘણિયા અને તેના ભાઈની ઑફિસમાં ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી. બુધવારે ઈશાની અને તેની સાથે કામ કરનાર એક સહકર્મચારી ઑફિસમાં હતા. સહકર્મી બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ચા પીવા ગયો અને આવીને જોયું કો ઈશાની લોહી લુહાણ હાલતમાં નીચે પડેલી હતી. મોકા પર 108ની ટીમ પહોંચી, જેમણે ઈશાનીને મૃત જાહેર કરી.

આ પણ જુઓઃ સફળ થવાના અડગ 'નિશ્ચય' સાથે આ અભિનેતા કરી રહ્યા છે કમબેક, જાણો તેની સફર

ઘટનાની જાણ થતા ત્યાં પોલીસ પણ પહોંચી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગળા અને પેટમાં ચાકૂ મારીને ઈશાનીની હત્યા કરવામાં આવી. પરિવારજનો ત્યાં પહોંત્યા અને સીસીટીવી જોતા તેમણે આરોપીને ઓળખી લીધો. નરેશ સોઢા નામનો આરોપી નડિયાદનો છે.તે બુધવારે ઈશાનીની ઑફિસની બહાર જ બેઠો હતો. તે અને ઈશાની બાળપણથી સાથે ભણતા હતા. બંને વચ્ચે મિત્રતા હતા. જો કે તેનો અંજામ લોહિયાળ આવ્યો છે.
 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK