બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગોલમાલને લઈ હવે વિપક્ષે રાજ્ય સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. ગુજરાત કૉન્ગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ રાજ્ય સરકાર પર લગાવ્યો છે. વિદ્યાર્થીઓ મારફત પરીક્ષામાં ગોલમાલ થયા હોવાના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ સરકાર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી નથી.
કૉન્ગ્રેસે બિનસચિવાલયની પરીક્ષાનાં વિવિધ કેન્દ્રમાં થતી ગેરરીતિના સીસીટીવી ફુટેજ પણ જાહેર કર્યાં છે. કૉન્ગ્રેસે રાજ્ય સરકાર પર આરોપ લગાવતાં કહ્યું કે બિનસચિવાલયની પરીક્ષામાં પેપર ફૂટ્યાં છે. પરીક્ષાનાં પેપર ખુલ્લેઆમ બહાર ફરતાં રહ્યાં હતાં. કૉન્ગ્રેસે આરોપ લગાવતાં કહ્યું કે સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં ભરતી કૌભાંડ ચાલે છે. સુરેન્દ્રનગરનાં બે સેન્ટરમાં ગેરરીતિ થઈ હોવાનો કૉન્ગ્રેસે આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત વર્ગખંડમાં એક વિદ્યાર્થી મોબાઇલ ફોનથી નકલ કરતા નજરે આવે એવાં સીસીટીવી ફુટેજ પણ જાહેર કર્યાં છે. કૉન્ગ્રેસે આરોપ લગાવ્યો કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ભરતી કૌભાંડ ચાલે છે. વર્ગખંડમાં ગેરરીતિ થઈ હોવાનાં સીસીટીવી ફુટેજ સામે આવતાં હવે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે અને આ સાથે પરીક્ષા રદ કરવાની માગ કરવામાં આવી રહી છે.
માધવસિંહ સોલંકીને અપાયું ગાર્ડ ઑફ ઓનર, વરીષ્ઠ નેતાની અંતિમ વિદાયમાં લોકો ઉમટ્યા
10th January, 2021 19:18 ISTગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષે નિધન
9th January, 2021 10:14 ISTBharat Bandh: ગુજરાતમાં બંધને મામલે કોંગ્રેસ અને ભાજપા સામસામે, CMએ કહ્યું આમ
8th December, 2020 09:08 IST