ફુલ સ્પીડમાં જઈ રહેલી કાર પલટી ખાતાં ૪ લોકોનાં મોત

અમદાવાદ | May 11, 2019, 10:59 IST

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર પલટી ખાતાં ૪ લોકોનાં મોત નીપજતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ કાર મહારાષ્ટ્ર પાસિંગની છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

ફુલ સ્પીડમાં જઈ રહેલી કાર પલટી ખાતાં ૪ લોકોનાં મોત
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર પલટી ખાતાં ૪ લોકોનાં મોત નીપજતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ કાર મહારાષ્ટ્ર પાસિંગની છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર પલટી ખાઈ ગઈ હતી જેમાં ઘટનાસ્થળે જ તેમાં સવાર ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત નડિયાદથી ૩ કિલોમીટરના અંતરે જ થયો હતો. તેઓ અમદાવાદ તરફ આવી રહ્યા હતા.

આ પણ વાંચોઃ મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભીષણ અકસ્માત : ત્રણ ગુજરાતી સહિત છનાં મોત

ગમખ્વાર અકસ્માત સર્જા‍તાં આસપાસના લોકો અને વાહનચાલકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાંની સાથે જ ૧૦૮ને બોલાવવામાં આવી હતી, પરંતુ ચારેયનાં મોત ઘટનાસ્થળે જ નીપજ્યાં હતાં. તેમના મૃતદેહોને સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આસપાસના લોકોના કહેવા પ્રમાણે કાર ફુલ સ્પીડમાં હશે જેને કારણે એ પલટી ખાઈ ગઈ છે. પોલીસે હાલ આ અકસ્માતમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે આ ચારેયનાં મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યા છે. આ મરનારા કોણ છે અને ક્યાં જઈ રહ્યા હતા એ વિશે તપાસ થઈ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK