BKCના કોરોના સેન્ટર પર નિર્સગ વાવાઝોડાનો ખતરો, 60 દર્દીઓનું સ્થળાંતર કરાયું

Updated: Jun 02, 2020, 18:17 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

દર્દીઓને વર્લી અને ગોરેગાંવના સેન્ટરમાં ખસેડવામાં આવી રહ્યાં છે

બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્સનું કોવિડ સેન્ટર
બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્સનું કોવિડ સેન્ટર

મુંબઈ સહિત કોંકણના કાંઠે આવેલ નિસર્ગ વાવાઝોડાનું જોખમ બાન્દ્રા-કુર્લા કૉમ્પલેક્સ (BKC)ના કોવિડ કૅર સેન્ટર પર પણ છે. એટલે અહીં સારવાર લઈ રહેલા કોરોના વાયરસ (COVID-19)ના દર્દીઓને બીજે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 60 કરતાં વધુ દર્દીઓને બીજા સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ, વાવાઝોડાના વાદળો આવતીકાલે અલીબાગ પહોચશે એટલે મુંબઈ સહિત કોંકણ કિનારાપટ્ટી પર તેની મોટી અસર થશે. એ જ રીતે આ ચક્રવાતી વાવાઝોડાની અસર બીકેસીના કોવિડ કૅર સેન્ટર પર પણ થવાની સંભાવના છે. એટલે અહીંના દર્દીઓને અન્ય સેન્ટરોમાં ખસેડવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી 60 કરતા વધુ દર્દીઓને અન્ય સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. 60 દર્દીઓને વર્લીના કોવિડ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે કેટલાકને ગોરેગાંવના કોવિડ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. એટલું જ નહીં કોવિડ સેન્ટરની વૈદકીય સામગ્રીઓની સુરક્ષાનો પણ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK