Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નોર્થ મુંબઈ બાદ મુલુંડમાં પણ વધ્યા કોરોનાના કેસ

નોર્થ મુંબઈ બાદ મુલુંડમાં પણ વધ્યા કોરોનાના કેસ

29 June, 2020 04:35 PM IST | Mumbai
Faizan Khan

નોર્થ મુંબઈ બાદ મુલુંડમાં પણ વધ્યા કોરોનાના કેસ

મુલુંડમાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયેલી વર્ધમાન નગર સોસાયટીના  રહેવાસીઓ. (તસવીર: રાજેશ ગુપ્તા)

મુલુંડમાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયેલી વર્ધમાન નગર સોસાયટીના રહેવાસીઓ. (તસવીર: રાજેશ ગુપ્તા)


અનલોક 1.0 શરૂ થયો ત્યારથી પૂર્વીય પરા મુલુંડમાં કોવિડ-19ના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે બીએમસીનો દાવો છે કે તે ઝૂંપડપટ્ટીના ખિસ્સામાં ફેલાવાને નિયંત્રિત કરવામાં સફળ રહ્યું છે, રહેણાંક વિસ્તારોમાં મોટાભાગના ઉદ્યોગપતિઓ અને ઉંચી ઇમારતોમાં વાઇરસનો ચેપ વધુ લાગ્યો છે.

મુલુંડમાં એપીએમસી, કસ્ટમ્સ અને આવા અન્ય ક્ષેત્રોમાં કામ કરતા ઘણા નાના ઉદ્યોગપતિઓનું ઘર છે, આમ શહેરના જુદા જુદા ભાગોમાં મુસાફરી કરતા ધારાધોરણો અને ઉદ્યોગપતિઓમાં લોકડાઉનમાં રાહત બાદ કોવિડ-19ના  કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે.



જોકે આ અપેક્ષિત હતું એમ જણાવતાં ટી-વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર કિશોર ગાંધીએ જણાવ્યું હતું કે કે કામકાજ માટે અન્યત્ર જનારી વસ્તી ટી વોર્ડમાં વધુ છે. અહીંથી લગભગ ૧૨૦૦૦ જેટલા લોકો જેએનપીટી કામ પર જાય છે તો વળી એટલાં જ વાશીની એપીએમસી માર્કેટમાં પણ જાય છે. અમારા વિશ્લેષણ મુજબ ૮૦થી ૮૫ ટકા કેસો હાઈ-રાઇઝ બ્લિડંગોમાં છે. જ્યારે કે ઝુપડપટ્ટી વિસ્તા3રના કેસોની સંખ્યા માત્ર ૧૫થી ૨૦ ટકા છે.


બે જૂન સુધી, મુલુંડમાં કોવિડ-19ના કેસની સંખ્યા ૮૫૩ હતી, જે હવે વધીને ૨૩૦૫ થઈ ગઈ છે, આમાંથી ૧૦૪૭ સારવાર બાદ સાજા  થયા છે, જ્યારે કે ૧૧૬૩ ની સારવાર ચાલી રહી છે અને ૨૮ જૂન સુધીમાં ટી વોર્ડમાં  ૯૫ લોકોનાં મોત નીપજ્યાં છે.

“બિલ્ડિંગોમાં કેસનું પ્રમાણ અગાઉ ૨૦ ટકા જેટલું હતું, જે હવે વધીને ૮૦ થી ૮૫ ટકા થતાં અમે ૬૫૬ ઇમારતો સીલ કરી દીધી છે એમ ગાંધીએ જણાવ્યું હતું.


મુલુંડમાં ડબલિંગ રેટ પણ ૨૦થી વધીને ૧૨ દિવસનો થયો છે. વર્તમાન વલણને ધ્યાનમાં લેતા ટુંક સમયમાં  મુલુંડ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો એક બની શકે છે.

ટી વોર્ડના વધતા જતા કેસોનું બીજું કારણ એ છે કે મોટાભાગના આરોગ્ય કર્મચારીઓ જેમ કે નર્સ, વોર્ડ બોય્ઝ અને ડોકટરો મુલુંડ વિસ્તારમાં રહે છે. તેઓ શહેરની વિવિધ હોસ્પિટલોમાં કામ કરી રહ્યા છે અને કેટલાક થાણે પણ જાય છે. દરરોજ લગભગ ચાર થી પાંચ આરોગ્ય કર્મચારીઓને ચેપ લાગતો હોય છે. બીએમસીએ કરેલા દાવા મુજબ લોકો લોકડઉનને ગંભીરતાથી નથી લેતાં અનેસોશ્યલ ડિસ્ટન્સિંગના ધોરણોનું પાલન નથી કરતાં માસ્ક વિના ટહેલવું, વડા પાવની લારી આગળ ભીડ કરવી જેવી બેદરકારી તેઓ દાખવતા હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2020 04:35 PM IST | Mumbai | Faizan Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK