વાઘામાં ત્રાટકેલા આતંકવાદી સંગઠનનું બીજું નિશાન છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી

Published: 5th November, 2014 06:59 IST

આતંકવાદી સંગઠન TTP-JAનું ટ્વીટ : ગુજરાત ને કાશ્મીરમાં નિર્દોષ લોકોની હત્યાનો બદલો લઈશું


રવિવારે વાઘા સરહદે પાકિસ્તાન તરફે આત્મઘાતી હુમલો કરી ચૂકેલા આતંકવાદી સંગઠનનું બીજું નિશાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જમામ અહરાર (TTP-JA) જેવું લાંબુંલચક નામ ધરાવતા આ આતંકવાદી સંગઠનના પ્રવક્તા એહસાનુલ્લા એહસાને આત્મઘાતી હુમલાની જવાબદારી લેતાં એવું ટ્વીટ કર્યું હતું કે ‘નરેન્દ્ર મોદી, તમે સેંકડો મુસ્લિમોના હત્યારા છો. ગુજરાત અને કાશ્મીરમાં નિર્દોષ લોકોની હત્યાનો બદલો અમે લઈશું.’

ગઈ કાલે મોદીને સુરક્ષા બાબતે બ્રીફ કરવામાં આવ્યા હતા. આતંકવાદીઓની ધમકીને પગલે વડા પ્રધાનને પાછલા પખવાડિયામાં કમસે કમ બે વાર આ રીતે બ્રીફ કરવામાં આવ્યા છે.

સપ્ટેમ્બરમાં TTP-JAની સ્થાપના થઈ હતી. ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનથી પ્રભાવિત આ સંગઠનની નેતાગીરીને અલ-કાયદાના વડા અયમાન-અલ-ઝવાહિરી સાથે નજીકનો સંબંધ છે. જર્નલિસ્ટમાંથી જેહાદી બનેલો ઉમર ખાલિદ ખોરાસની આ આતંકવાદી સંગઠનનો મુખ્ય કમાન્ડર છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK