ઉદ્ધવ ઠાકરે બાદ શરદ પવાર અને અનિલ દેશમુખને પણ ધમકી?

Published: Sep 07, 2020, 17:15 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ગૃહ પ્રધાનની નાગપુર ઑફિસના લેન્ડલાઈન નંબર ઉપર ધમકીનો ફોન આવ્યો

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ અને એનસીપી ચીફ શરદ પવાર
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ અને એનસીપી ચીફ શરદ પવાર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ના નામે ફોન ઉપર ધમકી આવતા માતોશ્રીમાં રવિવારે સિક્યોરિટી વધારવામાં આવી હતી. મુંબઈ પોલીસે કહ્યું હતું કે, માતોશ્રીમાં લેન્ડલાઈન ઉપર બે વખત ફોન આવ્યા હતા.

એવામાં આજે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ (Anil Deshmukh) અને એનસીપી ચીફ શરદ પવાર (Sharad Pawar)ને પણ ધમકીનો ફોન આવ્યો છે.ગૃહ પ્રધાનની નાગપુર ઑફિસના લેન્ડલાઈન નંબર ઉપર ધમકીનો ફોન આવ્યો હતો. આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે.

મુખ્ય પ્રધાનને ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું હતું કે, તે દાઉદ ઈબ્રાહિમના વતિથી ફોન કરી રહ્યો છે અને મુખ્ય પ્રધાન સાથે વાત કરવી છે. આ ફોન આવ્યા બાદ પોલીસે સિક્યોરિટી વધારી છે અને ફોન કરનારની તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસ પ્રવક્તા એન અંબીકાએ કહ્યું કે, ધમકીનો ફોન આવ્યા બાદ માતોશ્રીમાં સિક્યોરિટીઝ વધારવામાં આવી છે. શનિવારે રાતના નવ વાગ્યાની આસપાસ માતોશ્રીમાં ફોન આવ્યો હતો, જેમાં ધમકી આપનારે કહ્યું કે, તે દુબઈથી બોલી રહ્યો છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્ટ્રોશન સેલ કોલ કરનારનો લોકેશન શોધી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK