ટ્રમ્પ સાથે મીટિંગ બાદ માઇક્રોસૉફ્ટે કહ્યું, ટિકટૉક ખરીદવા માટે વાટાઘાટો ચાલુ છે

Published: Aug 04, 2020, 10:28 IST | Agencies | Washington

ભારતમાં સુરક્ષાનાં કારણોસર ટિકટૉક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જ્યારે અમેરિકામાં પણ ટિકટૉક પર પ્રતિબંધની શક્યતાઓ જોવાઈ રહી છે.

ટિકટૉક
ટિકટૉક

ભારતમાં સુરક્ષાનાં કારણોસર ટિકટૉક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જ્યારે અમેરિકામાં પણ ટિકટૉક પર પ્રતિબંધની શક્યતાઓ જોવાઈ રહી છે. આ વચ્ચે માઇક્રોસૉફ્ટ અમેરિકામાં ટિકટૉકને ખરીદી શકે એવી સંભાવનાઓ છે. માઇક્રોસૉફ્ટે રવિવારે ડોનલ્ડ ટ્રમ્પ સાથેની બેઠક બાદ કહ્યું કે ટિકટૉકના અમેરિકી ઑપરેશનને ખરીદવા માટે વાટાઘાટો ચાલુ છે. માઇક્રોસૉફ્ટે એક નિવેદનમાં જણાવ્યું કે માઇક્રોસૉફ્ટના સીઈઓ સત્યા નડેલા અને રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની વચ્ચે વાતચીત બાદ, માઇક્રોસૉફ્ટ અમેરિકામાં ટિકટૉકની ખરીદી માટે ચર્ચા ચાલુ રાખવા માટે તૈયાર છે. ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા વ્યક્ત કરતાં અમેરિકામાં ટિકટોક બંધ કરવાની ધમકી આપી છે અને રાજ્યોના સચિવ માઈક પોમ્પિઓએ પણ કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ ટિકટૉકની સામે કડક કાર્યવાહીની ઘોષણા કરવા માટે તૈયાર છે. માઇક પોમ્પિઓએ એક ન્યુઝ ચૅનલમાં જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે બહુ થયું અને અમે એને ઠીક કરવા જઈ રહ્યા છીએ અને આગળ પોમ્પિઓએ કહ્યું કે આવનાર દિવસોમાં રાષ્ટ્રીય સુરક્ષાના જોખમને લઈ કાર્યવાહી કરશે જે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીથી જોડાયેલ સૉફ્ટવૅર ટિકટૉક દ્વારા ઊભું થયું છે. આ અગાઉ મીડિયા રિપોર્ટે સલાહ આપી હતી કે, ટ્રમ્પ ઍપના અમેરિકી ઑપરેશનને એના ચીની માલિક બાઇટડાન્સથી અલગ કરી શકે છે, પણ પછી ટ્રમ્પની ધમકી બાદ સમાચાર આવ્યા હતા કે માઇક્રોસસૉફ્ટે હાલ વાટાઘાટો બંધ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK