(જી.એન.એસ.) હૈદરાબાદમાં વેટરિનરી ડૉક્ટર સાથે દુષ્કર્મ કર્યા બાદ આરોપીઓએ તેને જીવતી સળગાવી દીધી હતી. એના પર રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટનાએ ફરી એક વાર દિલ્હીની ‘નિર્ભયા’ની યાદ અપાવી. આ ઘટના વિશે તેમણે કહ્યું કે આપણે વિચારવું પડશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ.
હરિવંશે આ ઘટનાને અંદરથી ચોંકાવનારી ગણાવી છે. તેમણે કહ્યું કે જ્યારે હું આ ઘટના વિશે વાંચું છું ત્યારે મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. એ મહિલા ડૉક્ટર સાથે શું બર્બરતા કરવામાં આવી હતી. આપણે બધાએ એક વાર વિચારવાની જરૂર છે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે?
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
રાજ્યસભાના ઉપાધ્યક્ષે કહ્યું કે ‘વિનોબા ભાવેએ એક વાર ૧૯૫૦ના દાયકામાં કહ્યું હતું કે આપણે પશ્ચિમના વિકાસના મૉડલને અપનાવી રહ્યા છીએ. મને ખબર નથી કે આ ઉપભોક્તાવાદી સંસ્કૃતિ અમને ક્યાં લઈ જશે. જો કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિ અને આરોગ્ય ગુમાવે છે તો એ ફરીથી મેળવી શકાય, પરંતુ જો તેના જીવનનાં મૂલ્યોનો નાશ કરવામાં આવે તો તેના જીવનનું નુકસાન ક્યારેય ચૂકવી શકાય નહીં.
આરેનું એક વૃક્ષ કાપવા માટે ૧૩,૪૩૪ રૂપિયાનો ખર્ચ કરાયો
Dec 15, 2019, 13:28 ISTદેવેન્દ્ર ફડણવીસના ગોઠિયાઓએ લોકપ્રિય નેતાઓ વિરુદ્ધ કાવતરાં ઘડ્યાં : અનિલ ગોટે
Dec 15, 2019, 13:23 ISTવીર સાવરકરના પૌત્રએ શિવસેનાના અધ્યક્ષને અપાવી વચનની યાદ
Dec 15, 2019, 13:17 ISTUIDના આધાર ઍપનું નવું વર્ઝન લૉન્ચ, આધાર કાર્ડ ગુમ થતાં નવું ઘરે આવી જશે
Dec 15, 2019, 13:02 IST