પ્રેમિકાની સગીર બહેન પર રેપ કરનારો તેના આખા પરિવારને પતાવી દેવાનો હતો

Published: 7th October, 2011 16:48 IST

મંગળવારે સવારે નાગપાડાની રહેવાસી રોમા (નામ બદલ્યું છે)એ નાગપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ તેના ચાર મહિનાના દીકરા અને બાર વર્ષની બહેનનું અપહરણ કરી ગયું છે. આ ફરિયાદને પગલે તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં ખબર પડી હતી કે ટીનેજર છોકરીએ ઘરમાંથી જતાં પહેલાં મોનુ સચદેવ સાથે વાત કરી હતી.

 

 

પોલીસે આરોપીના મોબાઇલ-લોકેશનને આધારે સાનપાડાથી તેની ધરપકડ કરી હતી અને ધરપકડ પછી ખબર પડી હતી કે આરોપીએ સાનપાડાની એક લૉજમાં ૧૨ વર્ષની સગીરા પર બળાત્કાર કર્યો હતો. પોલીસે તેની કારની તપાસ કરતાં કારમાંથી ચૉપર, નકલી રિવૉલ્વર અને નાન ચાકુ જેવાં હથિયારો પણ મળી આવ્યાં હતાં જેને જપ્ત કરી લેવામાં આïવ્યાં છે. નાગપાડા પોલીસે આ સમગ્ર ગુનો બાર જ કલાકમાં ઉકેલી લીધો હતો.

તપાસમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો અને જણાવ્યું હતું કે તેણે સગીરાની ૨૨ વર્ષની બહેન હિમાની (નામ બદલ્યું છે) સામે બદલો લેવા માટે આ પગલું ભર્યું હતું. હકીકતમાં આરોપીએ પાંચ વર્ષના પ્રેમપ્રકરણ પછી બીજા પુરુષ માટે તેને છોડી દેનારી હિમાની સામે બદલો લેવા તેની ટીનેજર બહેન પર બળાત્કાર કરવાનો રસ્તો અપનાવ્યો હતો અને તેની બીજી બહેન રોમાના ચાર મહિનાના દીકરાનું અપહરણ પણ કર્યું હતું.

આ કેસમાં પોલીસને મોનુ સચદેવની ૧૧ ઑક્ટોબર સુધી પોલીસકસ્ટડી મïળતાં વધારે તપાસ કરતાં મોનુએ સ્વીકાર્યું હતું કે તેણે ત્રણેય બહેનો અને ચાર મહિનાના બાળકની હત્યાનું પણ આયોજન કર્યું હતું અને આ માટે જ તેણે ચૉપર અને નાન ચાકુ જેવાં હથિયારો ખરીદ્યાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK