પુણે પછી હવે ઓડિશાના કટક શહેરના એક બિઝનેસમૅને પણ સોનાનો માસ્ક બનાવડાવ્યો છે. આલોક મોહન્તી મુંબઈમાં હતા અને અહીં ઝવેરીબજારમાં તેમણે એક વ્યક્તિને સોનાનો માસ્ક બનાવતાં જોયો. એ જોઈને તેમણે પણ સોનાનો માસ્ક બનાવડાવવાનું મન બનાવી લીધું. હવે કટક જઈને તેમણે ૧૦૦ ગ્રામ સોનાનો માસ્ક બનાવડાવ્યો, જેની કિંમત આશરે સાડાત્રણ લાખ રૂપિયા છે. સોનીએ તેમને બાવીસ દિવસમાં માસ્ક બનાવી આપ્યો હતો. ભાઈનું કહેવું છે કે સોનાનો માસ્ક પહેરવામાં ખૂબ જ આરામદાયક છે. સોના પ્રત્યેનું તેમનું વળગણ ૪૦ વર્ષથી છે. તેમના ગળામાં ભારેખમ લગડીઓ જેવી સોનાની ચેઇન છે અને હાથની આંગળીઓ પર પણ મોટી વીંટીઓ અને કડાં ઠઠાડેલાં છે.
સીરમના સીઈઓએ રસી મુકાવ્યા બાદ કહ્યું, ઐતિહાસિક દિવસ
17th January, 2021 08:29 ISTભારતના નીલમકુમાર ખૈરેએ ૭૨ કલાક સુધી ૭૨ ઝેરી સાપો સાથે રહીને બનાવેલો અનોખો વિક્રમ
16th January, 2021 09:15 ISTકોવિશિલ્ડની રસીની રવાનગી ઐતિહાસિક ક્ષણ : પૂનાવાલા
13th January, 2021 07:21 ISTદેશભરમાં પહોંચી કોરાનાની વૅક્સિન
13th January, 2021 07:21 IST