ગૂગલે ફરી બતાવી 'દાદાગીરી', હવે Zomato, Swiggyને ફટકારી નોટિસ

Published: Oct 01, 2020, 19:04 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ઝોમેટો પોતાના પ્લેટફૉર્મ પર ઝોમેટો પ્રીમિયર લીગ ચલાવી રહી હતી. તો સ્વિગી તરફથી IPL 13 દરમિયાન મેચ ડે મેનિયા ઑફર કરવામાં આવી રહી હતી.

ગૂગલ
ગૂગલ

ભારતના લીડિંગ ડિજીટલ પ્લેટફૉર્મ (Indian Leading Digital Platform Paytm) પેટીએમ બૅન (Bann) પછી ગૂગલ (Google) તરફથી ઝૉમેટો (Zomato) અને સ્વિગી (Swiggy) ને નોટિસ ફટકારવમાં આવી છે. ગૂગલ તરફથી ફૂડ એગ્રીગેટર પ્લેટફૉર્મ સ્વિગી અને ઝૉમેટોને IPL ગેમ દરમિયાન કૅશબૅક બૅઝ્ડ સ્કીમ ચલાવવા અંગે નોટિસ ફટકારી છે. બન્ને ફૂડ એગ્રીગેટર્સે વર્ચ્યુઅલ ગેમિંગ લીગની સ્કીમ્સ અટકાવવાનો અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે આઇપીએલ દરમિયાન કૅશબૅક ઑફર કરી રહી હતી. ઝોમેટો પોતાના પ્લેટફૉર્મ પર ઝોમેટો પ્રીમિયર લીગ ચલાવી રહી હતી. તો સ્વિગી તરફથી IPL 13 દરમિયાન મેચ ડે મેનિયા ઑફર કરવામાં આવી રહી હતી.

ઝોમેટો અને સ્વિગીએ બંધ કરી કૅશબૅક સ્કીમ
ઝોમેટોના પ્રવક્તાએ સ્વીકાર કર્યો કે કંપનીને ગૂગલ તરફથી નોટિસ મળી છે. પણ કંપનીનું કહેવું છે કે ગૂગલની નોટિસ અયોગ્ય છે. પણ અમારી એક નાનકડી કંપની છે. અમે ગૂગલના દિશાનિર્દેશો સાથે જોડાયેલા છીએ. ઝોમેટો તરફથી કહેવામાં આવ્યું છે કે ઝોમેટો પ્રીમિયર લીગને હટાવી રહી છે. પણ તેની જગ્યાએ કંપનીએ આ અઠવાડિયાના અંત સુધી એક અન્ય શાનદાર પ્રોગ્રામ રજૂ કરશે. તો સ્વિગી તરફથી સ્થાઇ રીતે મેચ ડે મેનિયાને પોતાના પ્લેટફૉર્મ પરથી અટકાવી દીધું છે અને કંપની આ મામલે ગૂગલ સાથે ચર્ચા કરી રહી છે, જેથી કોઇપણ નિર્ણયે પહોંચી શકાય.

આ મહિના પહેલા ગૂગલે પેટીએમને કરી હતી બૅન
જણાવવાનું કે સપ્ટેમ્બરની શરૂઆતમાં ગૂગલે Paytm First Gamesને પણ ગૂગલ પ્લે સ્ટોરી પરથી હટાવી દીધી હતી. ગૂગલે કહ્યું કે પેટીએમએ કંપનીની પૉલિસીનું ઉલ્લંઘન કર્યું છે. સાથે જ પેટીએમ પર સટ્ટાબાજી અને જુગાર જેવી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકાયો હતો. જો કે, એપ બૅન થવાના એક દિવસ પછી પેટીએમ ફાઉન્ડર વિજય શેખરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ગૂગલના આરોપ નિરરાધાર છે. તેના એક દિવસ પછી એપ ફરી ગૂગલ પ્લેસ્ટોર પર આવી ગઈ હતી. હકીકતે પેટીએમએ આઇપીએલ ગેમ લૉન્ચ કરી હતી, જેમાં વિનરને એક સ્ટિકર અને કૅશબૅક જીતવાની ઑફર આપવામાં આવે છે. આને ગૂગલ તરફથી સટ્ટાબાજી માનવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK