બહેનના પ્રેમીની હત્યા કર્યા પછી પ્રાયશ્ચિત્ત માટે શિર્ડી ગયો કિલર

Published: 8th October, 2014 05:08 IST

એક વર્ષ પહેલાં થયેલા વસઈના ગુજરાતી યુવાનના મર્ડરનો ભેદ છેક અત્યારે ખૂલ્યો


ગયા વર્ષે ૨૧ એપ્રિલે ૩૦ વર્ષના ભરત વાઘેલાની હત્યા કરીને નાસતા ફરતા તેના હત્યારા ૩૫ વર્ષના અમોલ રાજપૂતની વસઈની માણિકપુર પોલીસે ગુજરાતથી ગયા અઠવાડિયે ધરપકડ કરી હતી. આરોપીએ હત્યા કર્યા બાદ પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે એક વર્ષમાં શિર્ડી અને બીજાં ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી.

અમોલની બહેન સાથે ભરત વાઘેલાને રિલેશનશિપ હતી જેનો અમોલને વિરોધ હતો. આથી અમોલે ૨૧ એપ્રિલે ભરતને દારૂ પીવડાવ્યો હતો અને તેના મિત્રની મદદથી ભરતની હત્યા કરીને તેનું મોઢું છૂંદી નાખ્યું હતું જેથી તેની ઓળખ જાહેર થાય નહીં. ભરતની ડેડ-બૉડી વસઈમાં મળી હતી.

જોકે પોલીસમાં ભરતના ગુમ થવા વિશે કોઈ ફરિયાદ નહોતી એથી પોલીસને તપાસનું પગેરું મળતું નહોતું, પણ ગયા અઠવાડિયે અમોલ રાજપૂત વિશે જાણકારી મળતાં પોલીસે ગુજરાત જઈને તેની ધરપકડ કરી હતી. તેણે ગુનો કબૂલી લીધો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK