Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનના અંત બાદ ચીન ધમધમતું થયું: બે દિવસમાં ૧૦ લાખ લોકો આવ્યા

લૉકડાઉનના અંત બાદ ચીન ધમધમતું થયું: બે દિવસમાં ૧૦ લાખ લોકો આવ્યા

05 May, 2020 03:47 PM IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉકડાઉનના અંત બાદ ચીન ધમધમતું થયું: બે દિવસમાં ૧૦ લાખ લોકો આવ્યા

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલી કોરોના મહામારીના કારણે આખી દુનિયા મુશ્કેલીમાં મુકાઈ છે અને લગભગ તમામ દેશો લૉકડાઉનમાં કેદ છે. દિવસે ને દિવસે કોરોનાના કારણે મરનારા લોકોનો વૈશ્વિક આંકડો વધી રહ્યો છે અને તેનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, ત્યારે ચીન જ્યાંથી પાંચ મહિના પહેલાં આ વાઇરસના ફેલાવાની શરૂઆત થઈ હતી ત્યાં સ્થિતિ હવે ફરીથી રાબેતા મુજબ થઈ રહી છે. ચીનમાં લૉકડાઉન હટાવી લેવામાં આવ્યું તેની સાથે જ ફૅક્ટરીઓ અને પરિવહન પણ ખોલી દેવાયાં છે.

ચીનમાં પર્યટન ક્ષેત્રે પણ ખૂબ જ ઝડપી વધારો નોંધાયો છે. એક અહેવાલ પ્રમાણે મે મહિનાની શરૂઆતના બે દિવસમાં આશરે ૧૦ લાખ લોકો શાંઘાઈમાં ફરવા પહોંચ્યા હતા. ચીની સરકારે મે દિવસના અવસર પર કેટલાંક પર્યટન સ્થળો ખોલવા આદેશ આપ્યો હતો જેથી પહેલી મેના રોજ ૪,૫૬,૦૦૦ અને બીજી મેના રોજ ૬,૩૩,૦૦૦ લોકો ફરવા પહોંચ્યા હતા.



પાંચ દિવસની રજાઓના પહેલા બે દિવસમાં ચીનમાં ૫૦ લાખથી વધારે લોકોએ મુસાફરી કરી હતી અને મંગળવારે રજાઓના અંત સુધીમાં આશરે ૯૦ લાખ લોકો યાત્રા પૂરી કરે તેવી આશા છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયના અહેવાલ પ્રમાણે ઘરેલુ પર્યટન રેવન્યુ ૯.૭ અબજ યુઆન (આશરે ૧.૩૮ અબજ ડૉલર)થી વધારે થવાની સાથે રજાઓના પહેલા દિવસ શુક્રવાર સુધીમાં ૨૩ લાખ ઘરેલુ પર્યટન યાત્રાઓ થઈ.


ઘરેલુ પર્યટનમાં વૃદ્ધિ બાદ ચીને પોતાની મહામારી સંબંધી ઇમર્જન્સી પ્રતિક્રિયાને બીજી કે નીચેની શ્રેણીઓમાં સૌથી ગંભીર કરતાં ઊતરતા ક્રમે રાખી દીધી હતી. શુક્રવારે દેશભરના કુલ ૮૪૯૮ એ-સ્તરીય પર્યટક આકર્ષણોને જનતા માટે ખોલી દેવામાં આવ્યા હતા જે કુલ ૭૦ ટકાને કવર કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2020 03:47 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK