Alert: નોટબંધી પછીથી બે હજારની ફેલાઇ નકલી નોટો, આ રીતે કરો નોટની ખરાઈ

Published: 18th January, 2020 20:23 IST | Mumbai Desk

નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે નોટબંધી પછી હવે ડુપ્લિકેટ નોટોના મામલે બે હજારના નોટની 56 ટકા ભાગીદારી છે.

બ્લેક મનીને સામે લઈ આવવા માટે અને ભ્રષ્ટાચારને અટકાવવા માટે નોટબંધીનો નિર્ણય પડકારરૂપ રહ્યો. નિર્ણય બાદ માર્કેટમાં લાવવામાં આવેલા નવા નોટ ડુપ્લિકેટ છે. આમાં સૌથી વધારે ભાગીદારી બે હજારના નોટની છે. સૌથી વધારે મામલાઓ ગુજરાતથી છે. ત્યાર બાદ પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ આવે છે. નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે નોટબંધી પછી હવે ડુપ્લિકેટ નોટોના મામલે બે હજારના નોટની 56 ટકા ભાગીદારી છે.

દરવર્ષે વધી રહી છે આવી ઘટનાઓ
આઠ નવેમ્બર 2016ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પાંચ સો અને હજારની નોટ બંધ કરાવવાની જાહેરાત સાથે નવી નોટોના સુરક્ષા પહેલુંઓનો પણ દાવો કરવામાં આવ્યો હતો પણ એનસીઆરબીના આંકડાઓ કંઇક બીજું જ કહી રહ્યા છે. આ પ્રમાણે વર્ષ 2017-2018માં કુલ 46.06 કરોડની કિંમતની ડુપ્લિકેટ નોટ પકડી પાડવામાં આવી. જેમાં બે હજારની નોટોની ભાગીદારી 2017માં 53.3 ટકા અને 2018માં વધીને 61.1 ટકા થઈ ગઈ છે.

બેન્કમાં પહોંચી ડુપ્લિકેટ નોટ
આરબીઆઇની 2018-2019ની રિપોર્ટ પ્રમાણે વર્ષ 2017-18 દરમિયાન બેન્કમાં લેવડદેવડ દરમિયાન બે હજારની 17,929 ડુપ્લિકેટ નોટ મળી. આ સંખ્યા વધીને 21,847 થઈ ગઈ.

સૌથી વધારે મામલા ગુજરાતથી
નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોમાંથી પ્રાપ્ત આંકડાઓ પ્રમાણે જપ્ત ડુપ્લિકેટ નોટોમાં બે હજારની સર્વાધિક ભાગીદારી ગુજરાતથી છે. 2018માં 6.93 કરોડ કિંમતના બે હજારની ડુપ્લિકેટ નોટ ગુજરાતમાંથી મળી જ્યારે પશ્ચિમ બંગાળથી 3.5 કરોડ, તામિલનાડુથી 2.8 કરોડ અને ઉત્તર પ્રદેશ 2.6થી કરોડ કિંમત જેટલી બે હાજરની નોટ મળી. ખાસ વાત એ છે કે ઝારખંડ, મેઘાલય અને સિક્કિમ સિવાય ચંડીગઢ, દાદર અને નગર હવેલી, દમણ અને દીવ, પોંડિચેરીથી બે હજારની એક પણ ડુપ્લિકેટ નોટ નથી પકડાઇ.

બનાવવામાં આવ્યા હતા 17 સુરક્ષા ચક્ર

1. નોટની ડાબી બાજુ કોડમાં લખાયેલું બે હજાર

2. નીચેની તરફ ડાબી બાજુ બે હજારની તાજી તસવીર

3. દેવનાગરી ફૉન્ટમાં લખાયેલું બે હજાર

4. નોટના મધ્યમાં મહાત્મા ગાંધીની તસવીર

5. સૂક્ષ્મ શબ્દોમાં લખાયેલું ભારત અને ઇન્ડિયા.

6. આરબીઆઇનો કલર કોડ. જે નોટને વાળવાથી લીલામાંથી બ્લૂ થઈ જાય છે.

7. આરબીઆઇના વિવરણ નીચે ગવર્નરના હસ્તાક્ષર

8. નોટની વચ્ચે ઇલેક્ટ્રોટાઇપ અને વૉટરમાર્ક સાથે મહાત્મા ગાંધીની તસવીર

9. નોટની ડાબી બાજુ ઉપર અને જમણી તરફ નીચે ચઢતાં ક્રમમાં નંબર.

10. લીલામાંથી બ્લુ થતાં કલરમાં લખાયેલી બે હજારની સંખ્યા.

11. સિક્યોરિટી માટે નોટની જમણી બાજુ લખાયેલા કોડ.

12. નોટની જમણી તરફ લગાડેલું અશોક સ્તંભ

13. જમણી તરફ નોટ છપાવાનું વર્ષ.

14. સ્વચ્છ ભારતનું સ્લોગન અને લોગો.

15. જમણી તરફ આપવામાં આવેલી ભાષા કૉલમ

16. મંગલયાનની તસવીર

17. દેવનાગરીમાં જમણી તરફ લખાયેલું બે હજાર (આંકડામાં).

 • 1/9
  આ ફિલ્મના મુખ્ય પાત્રોના પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે અને પહેલું જ પોસ્ટર શૅર કરતાંની સાથે કૅપ્શન અપાયું છે તે ખરેખર વાંચવા જેવું છે.. અને આ દેરક પોસ્ટર સાથેના કૅપ્શન જાણે કે પોતાનું કેરેક્ટર દર્શાવે છે તે જોવા જેવું છે..."છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નાં થાય, પણ અહિયાં થશે."

 • 2/9
  અહીં પોસ્ટર શૅર કરતાંની સાથે દરેક પોસ્ટર માટે જુદાં જુદાં કૅપ્શન આપવામાં આવ્યા છે જે તમને અહીં જોવા મળશે..."મારા લગ્ન છે 14મી ફેબ્રુઆરીએ તો જરૂર જરૂરથી આવજો ગભરાયા વગર...."

  અહીં પોસ્ટર શૅર કરતાંની સાથે દરેક પોસ્ટર માટે જુદાં જુદાં કૅપ્શન આપવામાં આવ્યા છે જે તમને અહીં જોવા મળશે..."મારા લગ્ન છે 14મી ફેબ્રુઆરીએ તો જરૂર જરૂરથી આવજો ગભરાયા વગર...."

 • 3/9
  "હવે Ragi Jani પણ મચાવશે અફરા તફરી... હવે મચશે ડરની અફરા તફરી."

  "હવે Ragi Jani પણ મચાવશે અફરા તફરી... હવે મચશે ડરની અફરા તફરી."

 • 4/9
  "શું Aakash Zala પણ અફરા તફરીથી બચી શકશે ?કારણ કે હવે મચશે ડરની અફરા તફરી...!"

  "શું Aakash Zala પણ અફરા તફરીથી બચી શકશે ?કારણ કે હવે મચશે ડરની અફરા તફરી...!"

 • 5/9
  "ના પંડિત નો કોઈ મંત્ર, ના લોકોની કોઈ પુજા કામ મા આવશે જયારે મચશે ડરની Affraa Taffri."

  "ના પંડિત નો કોઈ મંત્ર, ના લોકોની કોઈ પુજા કામ મા આવશે જયારે મચશે ડરની Affraa Taffri."

 • 6/9
  "દીકરીને બાપ દોરે ત્યાં જાય, પણ દીકરીમાં ભૂત આવી જાય તો બાપ ક્યાં જાય...ડરને સંબંધ સાથે કંઇ લેવા દેવા નથી તે તો ગમે તેની અફરા તફરી મચાવી દે."

  "દીકરીને બાપ દોરે ત્યાં જાય, પણ દીકરીમાં ભૂત આવી જાય તો બાપ ક્યાં જાય...ડરને સંબંધ સાથે કંઇ લેવા દેવા નથી તે તો ગમે તેની અફરા તફરી મચાવી દે."

 • 7/9
  "હસતા રેહજો મિત્ર ખબર નહિ ડરની અફરા તફરી ગમે ત્યારે રોવડાવી શકે છે. હવે મચશે ડરની અફરા તફરી"

  "હસતા રેહજો મિત્ર ખબર નહિ ડરની અફરા તફરી ગમે ત્યારે રોવડાવી શકે છે. હવે મચશે ડરની અફરા તફરી"

 • 8/9
  "ભૂતની સામે હિંમત અને ડરની કિંમત મને જ ખબર છે"

  "ભૂતની સામે હિંમત અને ડરની કિંમત મને જ ખબર છે"

 • 9/9
  "નહોતી શક્તિ બોલવાની, આવી ગઈ શક્તિ દોડવાની."

  "નહોતી શક્તિ બોલવાની, આવી ગઈ શક્તિ દોડવાની."

Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK