પત્ની સાથે ઝગડા બાદ પતિએ પત્નીના ન્યુડ ફોટો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યા

Published: Nov 10, 2019, 16:35 IST | Ahmedabad

શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પતિ-પત્નીના ઝઘડાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બંને વચ્ચેના ઝઘડામાં પતિએ પત્નીની ન્યૂડ તસવીરો વોટ્સએપ ગ્રૂપ બનાવી વાઈરલ કરી હતી. પોલીસે પતિ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઘર કંકાસથી કંટાળી પતિએ પત્નીના ફોટોઝ વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ કર્યા
ઘર કંકાસથી કંટાળી પતિએ પત્નીના ફોટોઝ વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ કર્યા

ઘર સંસારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં હોય છે. જોકે, આજના દોડધામ અને તણાવભર્યા સમયમાં લોકો સંયમ જાણવી શકતા નથી પોતાના ગુસ્સા પર કાબુ રાખી શક્તા નથી. શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પતિ-પત્નીના ઝઘડાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બંને વચ્ચેના ઝઘડામાં પતિએ પત્નીની ન્યૂડ તસવીરો વોટ્સએપ ગ્રૂપ બનાવી વાઈરલ કરી હતી. પોલીસે પતિ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આઠ મહિના પહેલા લવ મેરેજ

બનાવની વિગત એવી છે કે શહેરના ગીતા મંદિર રોડ પરની એક સોસાયટીમાં રહેતી 29 વર્ષીય મહિલા પ્રાઇવેટ નોકરી કરે છે. તેણે આઠેક માસ પહેલા લવ મેરેજ કર્યા હતા. ત્યારબાદ બંને મકરબા પોલીસ ચોકી સામે એક મકાનમાં ભાડે રહેતા હતા. દરમિયાન લગ્નના બે માસ બાદ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. પિયરમાંથી દસ લાખ રૂપિયા દહેજ લાવવાનું કહી પતિ તેને અવારનવાર માર મારતો હતો. માર મારવાની સાથે તેને બીભત્સ ગાળો પણ બોલતો હતો.

વોટ્સએપ ગ્રૂપમાં પતિએ તસવીરો મૂકી

પંદરેક દિવસ પહેલા બંને વચ્ચે ઝઘડો થતાં યુવતી તેના પિયરમાં જતી રહી હતી. જોકે પત્ની પિયરમાં હતી ત્યારે તેને જાણ થઇ કે તેના જ નામે એક વોટ્સએપ ગ્રૂપ છે તેમાં તેની ન્યૂડ તસવીરો મૂકાઈ હતી. જ્યારે તેણે તપાસ કરી તો ખબર પડી કે તેની તસવીરો બીજા કોઇએ નહીં પરંતુ તેના પતિએ મૂક્યા હતા. યુવતીની એક મહિના પહેલા ન્યૂડ તસવીરો તેના સગા ભાઈ અને ઘરના અન્ય સભ્યોને પણ વોટ્સએપ કરી હતી.

પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી

પતિએ તેની બીભત્સ તસવીરો વોટ્સએપ ગ્રૂપમાં મોકલતા તેણે કાગડાપીઠ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઇ.પી.સીની 498 એ, 323, 294(ખ), 506(1) અને આઇ.ટી એક્ટ તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમો મુજબ ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK