૭૦ દિવસના છૂટાછેડા પછી BJP અને શિવસેનાનાં પુનર્લગ્ન

Published: 5th December, 2014 04:22 IST

આખરે ફેરયુતિની સત્તાવાર જાહેરાત : પ્રધાનમંડળમાં શિવસેનાના એક ડઝન મિનિસ્ટરો હશે : ૨૦ મિનિસ્ટરોની શપથવિધિમાં બન્નેના ફિફ્ટી-ફિફ્ટી.મહાયુતિના ધી એન્ડ બાદના ૭૦ દિવસમાં ચૂંટણી દરમ્યાન બન્ને પાર્ટીએ એકબીજાને ભાંડવામાં લગભગ કાંઈ જ બાકી નહોતું રાખ્યું
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસોમાં અઢી દાયકાની મહાયુતિના વિસર્જન બાદ ૭૦ દિવસના વિયોગ પછી ફરીથી રાજ્યમાં સત્તા માટે શિવસેના અને BJPએ હાથ મિલાવ્યા હોવાની સત્તાવાર જાહેરાત ગઈ કાલે ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના નેતાઓની જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સમાં કરવામાં
આવી હતી.

આજે શપથવિધિ

નાગપુરમાં આઠ ડિસેમ્બરે વિધાનસભાનું શિયાળુ અધિવેશન શરૂ થાય એ પહેલાં આજે સાંજે ચાર વાગ્યે મુંબઈમાં વિધાનભવનના પ્રાંગણમાં રાજ્યની દેવેન્દ્ર ફડણવીસ સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે અને ૨૦ નવા મિનિસ્ટરો શપથ લેશે જેમાં શિવસેના તરફથી ૧૦ મિનિસ્ટરો શપથ લેશે. જોકે આગળ ઉપર ફડણવીસ સરકારમાં શિવસેનાના પાંચ કૅબિનેટ અને સાત રાજ્યકક્ષાના મળી કુલ ૧૨ મિનિસ્ટરો હશે એવી પણ જાહેરાત થઈ છે.

સરકારની વિરોધ પક્ષ સાથે યુતિ!

મહાયુતિના ધી એન્ડ બાદના ૭૦ દિવસમાં ચૂંટણી દરમ્યાન બન્ને પાર્ટીએ એકબીજાને ભાંડવામાં લગભગ કાંઈ જ બાકી નહોતું રાખ્યું અને પરિણામો બાદ કુલ ૨૮૮માંથી ૧૨૨ સીટો જીતીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ગ્થ્ભ્ની માઇનૉરિટી ગવર્નમેન્ટને વિધાનસભામાં શરદ પવારની ફ્ઘ્ભ્ના ૪૧ વિધાનસભ્યોએ બહાર રહીને બિનશરતી ટેકો જાહેર કર્યો હતો એને ૩૪ દિવસ થયા છે અને વિધાનસભામાં ૬૩ સીટો સાથે શિવસેના વિરોધી પાર્ટી છે. લગભગ એક મહિનાથી બન્ને પાર્ટી વચ્ચે સત્તાની વહેંચણીના મુદ્દે ખેંચતાણ તો ચાલુ જ હતી અને આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. આમ સમૂળગો મુખ્ય વિરોધ પક્ષ સરકારમાં સામેલ થવાની આ કદાચ પહેલી ઘટના છે અને રાજ્યમાં વિધાનસભાનું અધિવેશન પણ વિરોધ પક્ષના નેતા વગર જ શરૂ થશે એવું પહેલી વાર બનશે.

જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સમાં જાહેરાત


ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે દિલ્હીમાં ગ્થ્ભ્ના ચીફ અમિત શાહને મળ્યા બાદ મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર માટે નવેસરથી યુતિનું નક્કી થયાનું કહેવાઈ રહ્યું છે. ગઈ કાલે જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સમાં BJP તરફથી ચીફ મિનિસ્ટર ઉપરાંત મિનિસ્ટરો પંકજા મુંડે અને ચંદ્રકાંત પાટીલ તેમ જ શિવસેના તરફથી સિનિયર લીડરોમાં સુભાષ દેસાઈ, અનિલ દેસાઈ, રામદાસ કદમ, દિવાકર રાવતે અને હાલમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા એકનાથ શિંદે હાજર હતા.

ચીફ મિનિસ્ટરે શું કહ્યું?


ફડણવીસે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની જનતા ઇચ્છે છે કે BJP અને શિવસેના સાથે મળીને રાજ્યમાં સરકાર ચલાવે. એથી મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના તરફથી પાંચ કૅબિનેટ રૅન્કના અને સાત રાજ્યકક્ષાના મળીને કુલ ૧૨ મિનિસ્ટરોને સ્થાન આપવામાં આવશે.’
શિવસેનાને ડેપ્યુટી મિનિસ્ટરની ખુરસી મળવાની શક્યતાનો સ્પષ્ટ ઇન્કાર કરીને ફડણવીસે યુતિને રાજ્યમાં મજબૂત કરવા માટે એક કો-ઑર્ડિનેશન કમિટી બનાવવાની જાહેરાત કરીને સુધરાઈઓ અને પંચાયતોની ચૂંટણીમાં સીટોની ફાળવણીના નિર્ણયો લેવામાં આવશે એમ પણ કહ્યું હતું.

શિવસેનાને કયાં ખાતાંની શક્યતા?

શિવસેનાને કયાં ખાતાં ફાળવવામાં આવશે એની કોઈ ચોખવટ કરવામાં નથી આવી, પરંતુ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને હોમ, હાઉસિંગ, એક્સાઇઝ કે એનર્જી જેવા મહત્વના ર્પોટફોલિયોને બદલે શિવસેનાને વૉટર રિસોર્સિસ, ઇન્ડસ્ટ્રી અને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ જેવાં ખાતાં ફાળવવામાં આવશે અને હોમ સહિતના મહત્વના વિભાગોમાં રાજ્યકક્ષાના મિનિસ્ટરો બનાવવામાં આવશે.

સુંઠીવાચૂન ખોકલા ગેલા!

શિવસેના અને BJP વચ્ચે સમાધાન થાય તો કાયમની પૉલિટિકલ પંચાત ટળે એમ કહેવા માટે ‘સુંઠીવાચૂન ખોકેલા જાઇલ’ (સૂંઠ ખાવાથી ખાંસી મટે) એવી ધારદાર ટીકા શરદ પવારે કરી હતી. હવે શિવસેના ફડણવીસ સરકારમાં જોડાશે એટલે વિરોધ પક્ષના નેતાનું પદ ખાલી થશે. ફડણવીસ સરકારને હવે NCPનો ટેકો જોઈતો નથી એથી હવે શરદ પવારની પાર્ટીએ વિરોધ પક્ષના નેતાપદ પર નજર ઠેરવી છે. BJP અને શિવસેના વચ્ચે સત્તા માટે સમાધાનની જાહેરાત બાદ ફ્ઘ્ભ્ના પ્રદેશપ્રમુખ સુનીલ તટકરેએ કહ્યું હતું કે ‘પવારસાહેબે કહ્યું હતું એમ હવે સુંઠીવાચૂન ખોકલા ગેલા. હવે અમે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાપદ માટે દાવો માંડીશું.’

જોકે વિધાનસભાની કુલ ૨૮૮ સીટોમાંથી ફ્ઘ્ભ્ની ૪૧ અને કૉન્ગ્રેસની ૪૨ છે એથી છેલ્લાં ૧૫ વર્ષ સાથે મળીને મહારાષ્ટ્રમાં સત્તા ભોગવી ચૂકેલી આ બન્ને પાર્ટી વચ્ચે હવે વિરોધ પક્ષના નેતાપદ માટે પણ ખટપટ થવાની ધારણા છે.કૉન્ગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કહ્યું હતું કે BJP અને શિવસેના વચ્ચે સત્તા માટે સમાધાન થયું છે, પરંતુ એના કારણે સરકાર અસ્થિર થશે. 

શિવસેનાને ખુશ કરવા સુપ્રીમોનું મેમોરિયલ?

શિવસેનાના દિવંગત સુપ્રીમો બાળ ઠાકરેના મેમોરિયલના ઝડપી કામ માટે રાજ્ય સરકારે ગઈ કાલે રાજ્યના ચીફ સેક્રેટરી સ્વાધીન ક્ષત્રિયના વડપણ હેઠળની એક ખાસ કમિટીની જાહેરાત કરી હતી. આ ઉચ્ચ સ્તરીય કમિટીમાં જનરલ ઍડ્મિનિસ્ટ્રેશન અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીઓ, કોંકણ ડિવિઝનના ડિવિઝનલ કમિશનર, મુંબઈ સુધરાઈના કમિશનર અને મુંબઈના પોલીસ-કમિશનર સહિત આઠ મેમ્બર હશે. સરકારે શિવસેનાને ખુશ કરવા આ પગલું લીધું હોવાનો પૉલિટિકલ ગણગણાટ શરૂ થયો છે. સનદી અધિકારીઓ પણ માને છે કે નવેસરથી યુતિ અને સરકાર બરાબર ચાલે એટલે આ પગલું લેવામાં આવ્યું છે.

ઉદ્ધવ સપરિવાર રાજભવનના મહેમાન બન્યા

ગઈ કાલે રાજ્યમાં સત્તા માટે BJP અને શિવસેનાની ફેરયુતિની જાહેરાત કરવામાં આવી એ પહેલાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાના પરિવાર સાથે રાજભવનમાં મહેમાન બન્યા હતા. રાજભવનની પ્રેસ-રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેના પરિવારે રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ અને તેમનાં પત્ની વિનોદા રાવ સાથે લંચ લીધું હતું. જોકે આ મુલાકાતને પૉલિટિક્સ સાથે કંઈ લેવા-દેવા નહોતી.

ગણેશ નાઈક ઍન્ડ ફૅમિલી NCP છોડીને BJPમાં ?    

છેલ્લાં કેટલાંય વર્ષોથી નવી મુંબઈમાં વર્ચસ ધરાવતા મૂળ શિવસૈનિક અને ફ્ઘ્ભ્ના સિનિયર નેતા ગણેશ નાઈક અને તેમના બે પૉલિટિશ્યન પુત્રો હવે પવારની પાર્ટી છોડીને BJP જૉઇન કરવાનું વિચારી રહ્યાનું બહાર આવ્યું છે. વાશીના વિષ્ણુદાસ ભાવે ડિટોરિયમમાં ગઈ કાલે નાઈકના ટેકેદારોની બેઠક મળી હતી અને એમાં આ વિશે ચર્ચા થઈ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK