નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ગઈ કાલે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ત્રણ કિલો હેરોઇન સાથે એક આફ્રિકન મહિલાની ધરપકડ કરી હતી. ચોક્કસ માહિતીના આધારે એનસીબીના અધિકારીઓએ ગુરુવારે પરોઢિયે વૉચ ગોઠવીને મહિલાને ઝડપી લીધી હતી. તેની બૅગમાં તેણે ૨.૯૬૦ કિલો હેરોઇન સંતાડ્યું હતું. બે અલગ-અલગ પૅકેટમાં હેરોઇન સંતાડેલું હતું. કતાર ઍરવેઝની જોહનિસબર્ગથી મુંબઈ વાયા દોહાની ફ્લાઇટમાં આવેલી મહિલા પાસેથી ૧૦,૦૦૦ રાન (આફ્રિકન ચલણ) પણ પકડાયું હતું. મહિલા સામે એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.
મુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ
7th March, 2021 13:45 ISTVideo: 100મા જન્મદિવસે મુંબઇના આ 'દાદી'ને પહેલા વેક્સીન અને પછી આ...
7th March, 2021 12:10 ISTWomen’s Day: સફળ કારકિર્દી અને શોખમાંથી શોખની પસંદગી કરી છે ધર્મિષ્ઠા પટેલે
7th March, 2021 12:07 ISTમાનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું
7th March, 2021 09:27 IST