Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > MPના પૂર્વ CM શિવરાજ સિંહની દીકરીનું નિધન, ગયા વર્ષે જ થયા હતા લગ્ન

MPના પૂર્વ CM શિવરાજ સિંહની દીકરીનું નિધન, ગયા વર્ષે જ થયા હતા લગ્ન

18 July, 2019 08:05 PM IST | વિદિશા

MPના પૂર્વ CM શિવરાજ સિંહની દીકરીનું નિધન, ગયા વર્ષે જ થયા હતા લગ્ન

શિવરાજ સિંહની દીકરીનું નિધન, ગયા વર્ષે જ થયા હતા લગ્ન

શિવરાજ સિંહની દીકરીનું નિધન, ગયા વર્ષે જ થયા હતા લગ્ન


MPના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણની દીકરીનું ગુરૂવારે બીમારીના કારણે નિધન થઈ ગયું. તેઓ શિવરાજ સિંહની દત્તક પુત્રી હતી. ગયા વર્ષે જ એક મેના દિવસે શિવરાજ સિંહ અને તેમના પત્ની સાધના સિંહ તેના લગ્ન કરાવ્યા હતા. જાણકારી પ્રમાણે દીકરીના મોતના સમાચાર મળતા જ શિવરાજ સિંહના પત્ની સાધના અને પુત્ર કાર્તિકેય વિદિશા પહોંચ્યા, જ્યાં મૃત દીકરીને જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા.

ભારતી અહીં નગર પાલિકામાં કામ કરતી હતી. મીડિયાના અહેવાલોનું માનીએ તો ગુરૂવારે તેની તબિયત ખરાબ થઈ. પરિવારજનોએ તેને હૉસ્પિટલ પહોંચાડી. જો કે સમયસર ઈલાજ ન મળતા તેનું મોત થઈ ગયું. સાંજના સમયે રંગઈમાં આવેલા સ્મસાન ઘાટ પર ભારતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ રાયપુર ગયા હતા જેથી તેઓ પુત્રીના અંતિમ દર્શન ન કરી શક્યા.

આ મામલામાં ડૉક્ટરોની લાપરવાહીને લઈને પરિવારજનોનો ગુસ્સો સામે આવી રહ્યો છે. જાણકારી પ્રમાણે ભારતીની તબિયત દરેક મિનિટે ખરાબ થઈ રહી હતી, પરંતુ ડૉક્ટરો હાજર ન હોવાથી તેમને સારવાર ન મળી શકે. ઘણો સમય વીતિ ગયા પછી તબીબોએ ઉતાવળમાં તેનો ઈલાજ શરૂ કર્યો અને થોડું ઘણું ચેકઅપ કર્યા બાદ તેને મૃત જાહેર કરી દીધી.

જણાવી દઈએ કે વિદિશાના મુખર્જી નગરમાં શિવરાજ સિંહ ચૌહાણનો સેવાશ્રમ છે. જ્યાંથી બે દાયકાઓથી તેઓ 7 દીકરીઓ અને 2 દીકરાઓની શિક્ષાથી લઈને ખાવા-પીવા તમામનો ખ્યાલ રાખી રહ્યા હતા. ગયા વર્ષે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ચૌહાણે પોતાના આશ્રમમાં રહેતી ભારતી,રેખા અને કમલના લગ્ન કરાવ્યા હતા.

આ પણ વાંચોઃ Kaajal Oza Vaidya: એક એવા લેખિકા જે પોતાના આઉટ ઓફ ધી બોક્સ વિચારો માટે છે જાણીતા



પ્રાથમિક રીપોર્ટમાં તેના મોતનું કારણે છાતીમાં ઈન્ફેક્શન જણાવવામાં આવી રહ્યું છે. ત્યાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ ખબરથી દુઃખમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 08:05 PM IST | વિદિશા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK