Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશમાં મોંઘવારીનો બૉમ્બ ફુટશે : એડીબી

દેશમાં મોંઘવારીનો બૉમ્બ ફુટશે : એડીબી

05 April, 2020 01:06 PM IST | New Delhi
Agencies

દેશમાં મોંઘવારીનો બૉમ્બ ફુટશે : એડીબી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એશિયાઈ વિકાસ બૅન્ક એટલે કે એડીબીએ એવું અનુમાન આપ્યું છે કે કોરોના સંકટના કારણે દેશમાં મોંઘવારી વધશે. આ બૅન્કના અનુમાન અનુસાર ખાવા-પીવાની ચીજોના ભાવમાં વધારો થવાને કારણે ૨૦૨૦માં મોંઘવારી વધશે અને આવતા વર્ષ એટલે કે ૨૦૨૧માં તે ઘટવી શરૂ થશે.
બૅન્કના રિપોર્ટ અનુસાર વર્ષના પ્રથમ ૬ મહિના વધુ પડકાર રહી શકશે અને તે પછીના ૬ મહિનામાં સ્થિતિ સુધરે તેવી શક્યતા છે. રિપોર્ટ અનુસાર પ્રાદેશિક મોંઘવારી વર્ષ ૨૦૧૮માં ૨.૫ ટકાથી વધી ૨૦૧૯માં ૨.૯ ટકા પર પહોંચી હતી. આની પાછળનું મોટું કારણ ભારતમાં ખાવાપીવાની ચીજો અને ખાસ કરીને શાકભાજીના ભાવમાં વધારો હતો.

જોકે મોંઘવારી પાછલા ૧૦ વર્ષના સરેરાશ ૩.૩ ટકાની નીચે રહી છે પરંતુ હવે આ આંકડો ૩.૨ ટકા સુધી પહોંચી શકે છે. જોકે ૨૦૨૧માં આર્થિક ગતિવિધિ નબળી રહેવાથી મોંઘવારી ઘટીને ૨.૩ ટકા પર પહોંચે તેવું અનુમાન છે.



દેશમાં મોંઘવારી વધવા પાછળનું મોટું કારણ પુરવઠાની ચેઇનમાં ખામીઓને માનવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે ખાવાપીવાની ચીજો અને શાકભાજી દેશમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં થઈને સમગ્ર દેશમાં વેચાય છે. આ આધારે માગ અને પુરવઠા વચ્ચે સંતુલન રહેતું નથી. હાલ આ ચેઇન સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2020 01:06 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK