કોંગ્રેસે મુંબઈ ઉત્તરથી ઉર્મિલા માતોંડકરને આપી ટિકિટ

Published: 29th March, 2019 11:05 IST | નવી દિલ્હી

અભિનેત્રીમાંથી નેતા બનેલી ઉર્મિલા માતોંડકર મુંબઈ ઉત્તરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે. જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

મુંબઈ ઉત્તરથી મળી ઉર્મિલા માતોંડકરને ટિકિટ
મુંબઈ ઉત્તરથી મળી ઉર્મિલા માતોંડકરને ટિકિટ

અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને મુંબઈ ઉત્તરથી કોંગ્રેસની ટિકિટ આપવામાં આવી છે.

મીડિયા સાથે વાત કરતા ઉર્મિલાએ કહ્યું કે તેણે પક્ષની વિચારધારાથી પ્રભાવિત થઈને પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેણે એમ પણ કહ્યું કે તેને પક્ષમાં જોડાવાની જરૂર ત્યારે લાગી જ્યારે તેને થયું કે દેશમાં અભિવ્યક્તિની આઝાદી પર ખતરો છે, છેલ્લા પાંચ વર્ષમાં આવા અનેક ઉદાહરણો છે.

આ પણ વાાંચોઃ ઉર્મિલા માંતોડકરે થામ્યો કોંગ્રેસનો હાથ, મુંબઈથી લડી શકે છે ચૂંટણી

બુધવારે ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. મહત્વનું છે કે મુંબઈની નોર્થ બેઠક પર ભાજપ અને શિવસેનાનો દબદબો રહ્યો છે. એટલે કોંગ્રેસે આ બેઠક પર વધુ તાકાત લગાવવી પડી છે. આ બેઠક પરથી છેલ્લી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સંજય નિરુપમે મોટી લીડથી હારનો સામનો કરવો પડ્યો હતો..

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK