પહેલું સુખ તે જાતે નર્યા : કહેશે મને કોઈ, તમે તમારી જાતને આ કૅટેગરીમાં મૂકી કે નહીં?

Updated: 26th December, 2018 20:54 IST

આજે સમય છે માબાપે પોતાનાં યુવાન સંતાનોની સ્વાસ્થ્યની આદતોને બદલવાની.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

આજકાલ યુવાનોની ફિઝિકલ તકલીફો વિશે સાંભળું છું ત્યારે ખરેખર નવાઈ લાગે છે. પચીસ, ત્રીસ વર્ષની ઉંમરના યુવકો દસ ડગલાં ચાલે અને થાકી જાય છે. ત્રીસીમાં રહેલા યુવાનો પણ જો બીમારીઓથી ગ્રસ્ત હોય તો બાકીના લોકોને કહેવાનું કંઈ બાકી જ નથી રહેતું. છેલ્લા કેટલાક અરસામાં મૅરથૉન અને એના જેવી બીજી સ્પોર્ટ્સનો જે યુફોરિયા જોવા મળી રહ્યો છે એ સારી બાબત છે. ઘણા લોકો દેખાદેખીમાં પણ એમાં જોડાવાની હોશ દેખાડી રહ્યા છે, પણ એ વર્ગ હજી પણ તુલનાત્મક રીતે ઘણો ઓછો છે.

પહેલું સુખ તે જાતે નર્યા.આપણે ત્યાં આ કહેવત પૂર્વજોએ આપી. એ આજના સમયમાં ખૂબ વધારે સાપેક્ષ અને અમલમાં મૂકવા જેવી લાગે છે. પહેલું સુખ તે જાતે નર્યા. તમારી તંદુરસ્તી, તમારું સ્વાસ્થ્ય બરાબર હશે તો જીવનની મોટામાં મોટી જંગ તમે લડી શકશો. આ કેટલી સીધી અને સરળ વાત છે, મહkવપૂર્ણ પણ. સારામાં સારું જ્ઞાન અને સાચી સમજણ આવા જ ટૂંકા શબ્દોમાં ભરપૂર પ્રમાણમાં કહેવતોના માધ્યમથી આપણને મળ્યાં છે, પણ આપણે એને મહkવ આપી શક્યા નથી. નથી સમજાતું આપણને જે સરળ છે. નથી સમજાતું આપણને જે સામાન્ય સ્તર પર છે. કહેવાય છેને કે આજે કૉમન સેન્સ સૌથી વધુ અનકૉમન બનતી જાય છે. વાત ચાલી રહી છે તમારી પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખવાની. અઘરું નથી, જરાય અઘરું નથી. થોડીક સારી આદતોને જીવનમાં ઉતારવાની જ તો વાત છે, અઘરું છે?

ના, પણ આપણને સરળ વાતો નથી સમજાતી. જ્યાં સુધી શરીર હારે નહીં અને આગળ વધવાની ના ન પાડે ત્યાં સુધી આપણને આ સત્ય સમજાતું નથી. આજના યુવાનોને મારે કહેવું છે કે શરૂઆતથી જ તમારા સ્વાસ્થ્યની, ફિટનેસની કદર કરો. તમારી તંદુરસ્તી અને ફિટનેસને સાચવો. આજે જ સમય છે, હજી દોરી તમારા હાથમાં છે. આજના યુથની ખાવા-પીવાની ખોટી આદતો અને ફિઝિકલ ઍક્ટિવિટીનો અભાવ તેમના સ્વાસ્થ્યની હાનિ માટે સૌથી પ્રાઇમ કારણ છે. ક્યારેક જન્ક-ફૂડ ટેસ્ટ માટે ખાઓ એ હજી પણ ચાલે, પણ જન્ક-ફૂડ તમારો મુખ્ય ખોરાક બને અને પૌષ્ટિક આહારની સંપૂર્ણ બાદબાકી જ થઈ જાય એ સહેજ પણ ન ચાલે.

આજે સમય છે માબાપે પોતાનાં યુવાન સંતાનોની સ્વાસ્થ્યની આદતોને બદલવાની.

First Published: 26th December, 2018 19:11 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK